________________
લે મિઝરાયલ આજે કોણ જાણે શાથી તેમણે સૌ કોઈને ભારપૂર્વક ભલામણ કરી કે, ફેન્ટાઇનને કશાની ઊણપ ન રહે.
ત્યાર પછી તે સીધા પિતાની કચેરીમાં ગયા. કચેરીના કારકુને જોયું કે તે ત્યાં રંગાવેલ ફ્રાન્સના રસ્તાઓના નકશાને કાળજીથી તપાસતા હતા.
કચેરીમાંથી તે સીધા ગામને છેડે આવેલા જાણીતા તબેલાવાળા પાસે ગયા. તે એક જીન સમારતો હતો. ઝીણી તપાસ બાદ, તેમણે, એક દિવસમાં સાઠ માઈલ પહોંચાડે અને બીજે દિવસે તેટલા જ માઈલ પાછો લાવે તેવા એક ઘોડાને તથા વજનમાં હલકી ડમણીને ભાડે ઠરાવ્યાં અને અગાઉથી ભાડું ચૂકવી દીધું. ડમણીને ઘોડા સાથે બીજે દિવસે સવારે સાડાચાર વાગ્યે પિતાના મકાનના બારણા આગળ હાજર કરવાનું જણાવી, તે બહાર નીકળ્યા. ડમણી તે પોતે જ હાંકવાના હતા.
આ તબેલાવાળાએ મોં. મેડલીન પાસેથી તે ક્યાં જવા માગે છે તે જાણવાનો પ્રયત્ન કરી જોયો; પણ મોં. મેડલીન કશો વધુ જવાબ આપવા માગતા હોય તેમ જણાયું નહિ. તેમના ચાલી ગયા પછી આ વાત ઉપર માથું ખંજવાળતા તે ઊભે હતા, તેવામાં નગરપતિ અચાનક પાછા આવ્યા અને બોલ્યા :
“ભાઈ, તારી આ ડમણી અને ઘોડાની નું કુલ કિંમત શી ગણે છે?” “આપને શું તે મારી પાસેથી ખરીદી લેવાં છે, સાહેબ?”
“ના, પણ કોઈ અકસ્માત થઈ જાય, તો તને તારા માલની ગેરંટી મળી રહેવી જોઈએ. હું જો તારો ઘોડો અને ગાડી સાજસમાં પાછાં લાવું, તે તે રકમ તું મને પાછી આપજે.” " “પાંચસો ફ્રાંક, નગરપતિ સાહેબ.”
“લે, આ રહ્યા.” * ઘેર પહોંચી, મ. મેડલીને સીધા ઉપલે માળ જઈ, પોતાની સૂવાની ઓરડીનું બારણું અંદરથી બંધ કર્યું. એ કોઈ અસાધારણ વાત ન હતી; કારણ કે તેમને વહેલા સૂવાની અને વહેલા ઊઠવાની ટેવ હતી. છતાં, તેમનું કામકાજ કરનારી ડોસીએ, જ્યારે તેમને મુનીમ નીચે સૂવા આવ્યો ત્યારે તેને પૂછયું, “નગરપતિ સાહેબની તબિયત આજે બરાબર નથી શું? આજે તેમને દેખાવ ભારે વિચિત્ર લાગ્યો.”
મે. મેડલીનના અંતરમાં એક તુમુલ ઘમસાણ મચી રહ્યું હતું. પોતાનું જીન વાલજીન નામ અને ચરિત તેમણે ભૂતકાળમાં દાટી દીધાં હતાં અને પોતાનામાંથી સદંતર ભૂસી કાઢયાં હતાં. તેથી પણ વધુ પ્રયતન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org