________________
૧૪ ઘડભાંજ
જે સવારે જાવર્ટ મળી ગયા, તે દિવસે પાછલે પહારે મોં, મેડલીન રાબેતા મુજબ ફેન્ટાઇનની ખબર કાઢવા ગયા. પરંતુ ફેન્ટાઇનની પથારી પાસે સીધા જતા પહેલાં તેમણે સિસ્ટર સિમ્પ્લાઇસને બહાર બાલાવી. સેવાશ્રમનેા કારભાર બે સાધ્વીઓના હાથમાં હતા : સિસ્ટર પપેગ્યુઆ અને સિસ્ટર સિમ્પ્લાઇસ. તે બેમાં સિસ્ટર પર્ષેચ્છુઆ તો સામાન્ય ગામડિયણ સ્રી હતી; અને જેમ કોઈ રસોઈયણની નોકરી સ્વીકારે, તે પ્રમાણે જ મઠની દીક્ષા તેણે સ્વીકારી હતી. ગામડાંનું ભાળપણ અને અજ્ઞાન તે વખતના સાધુસંપ્રદાયાની ભરતી માટે બહુ અનુકૂળ ક્ષેત્ર નીવડતું.
પરંતુ સિસ્ટર સિમ્પ્લાઈસ જુદી જ જાતનું માણસ હતું. સિસ્ટર પપે ગ્યુઆ અને તે એટલે જાણે ચરબીની મીણબત્તીની સરખામણીમાં વેદીને અર્પણ કરેલી દીવડી. તેની ઉંમર કોઈ કહી શકે તેમ ન હતું; કારણ કે તે કદી જુવાન હતી નહિ, અને કદી વૃદ્ધ થાય તેમ દેખાતું ન હતું. તે નમ્ર, તપ-પરાયણ, સંસ્કારી, શાંત જીવ હતા – તેને સ્ત્રી કહેવાની અમારી હિંમત નથી. તે કદી જૂઠું બોલી ન હતી. તે એટલી નમ્ર હતી કે છેક બરડ દેખાતી હતી, અને સાથે સાથે આરસ કરતાં પણ વધુ સખત હતી. તેની વાણીમાં જાણે મૌન ભરેલું હતું; અતિ જરૂરનું હોય તેટલું જ તે બાલતી. પરંતુ તેના અવાજને રણકો સ્વર્ગીય મધુરતા વ્યક્ત કરતા. સંપ્રદાયમાં અખંડ સતવાદી તરીકે તેની ખ્યાતિ હતી.
સિમ્પ્લાઇસને શરૂઆતથી જ ફેન્ટાઈન પ્રત્યે ભાવ જન્મ્યા હતા. કદાચ ફેન્ટાઇનનું નિર્મળ અંતર તેના પરખવામાં આવી ગયું હશે. તે પૂરા દિલથી તેની સારવાર કરતી હતી. માં,મેડલીને સિમ્પ્લાઇસને એક બાજુ બાલાવીને અવાજમાં એક પ્રકારના થડકા સાથે ફેન્ટાઇનની સભાળ રાખવાની ભલામણ કરી. એ થડકો કોણ જાણે શાથી સિમ્પ્લાઇસના અંતરપટ ઉપર કોતરાઈ ગયા.
પછી માં. મેડલીન ફૅન્ટાઇન પાસે ગયા. ફેન્ટાઇન રોજ તેમના આવવાના સમયની આતુરતાથી રાહ જોતી. આજે તેને તાવ વધારે ચડયો હતો. માં. મેડલીનને જોતાં જ તે બાલી ઊઠી,
66
કૉંસેટ કર્યાં છે?
તેમણે હસીને જવાબ આપ્યા : “ હવે માઁ મેડલીન અર્ધા કલાકને બદલે
Jain Education International
આવવાને બહુ વાર નથી.” એક કલાક ફેન્ટાઇન પાસે બેઠા.
For Private & Personal Use Only
www.jainelibrary.org