________________
te
લે સિઝેરામ્હ
કે શંકા લાવવી અને તપાસ કરવી એ મારા જેવાનું કામ જ છે. પરંતુ કશા પુરાવા વિના ગુસ્સામાં આવી જઈ તથા વેરબુદ્ધિથી મેં આપ જેવા માનવંત નગરપતિ તથા મૅજિસ્ટ્રેટ સાહેબ ઉપર સીધા આક્ષેપ કર્યો, એ બહુ ગંભીર બાબત છે. હું સરકારના નોકર કહેવાઉં અને મેં આપના દ્વારા સરકારનું જ અપમાન કર્યું છે. મારા હાથ નીચેના કોઈ માણસે એવું કર્યું હાત, તે મેં તેને તરત જ સરકારી નોકરી માટે અપાત્ર જાહેર કરીને બરતરફ કરી દીધા હોત. મારા જીવનમાં હું પોતે ન્યાય અને કર્તવ્યની ભાવનાથી બીજા પ્રત્યે ઘણી વાર કડક બન્યો છું. હવે જ્યારે એ જ વસ્તુ મારી પાંતાની બાબતમાં લાગુ કરવાની આવે, ત્યારે મારી જાતની હું દયા ખાઈ શકું નહિ. આપને જ ગુનેગારો પ્રત્યે દયા કરતા જોઈ મને ઘણું ખોટું લાગ્યું હતું; તે જ પ્રમાણે હું આપને મારા પ્રત્યે દયા બતાવવા દઈ શકું નહિ. આવા વ્યવહારોમાં દયાથી કદાચ સમાજમાં અવ્યવસ્થા જ વધે છે, એમ હું માનું છું. ભલા ભગવાન! દયાળુ થવું ખરેખર સહેલું છે, પણ ન્યા થવું ઘણું કપરું છે. મારાં બાવડાંમાં હજુ જોર છે. હું મજૂરી કરીને મારું પેટ ભરીશ. મારો દાખલો બેસે એ સરકારી નોકરિયાતોના હિતમાં છે; તેથી નગરપતિ સાહેબ, હું માગણી કરું છું કે, ઇન્સ્પેકટર જાવર્ટને બરતરફ કરવામાં આવે.”
“ ઠીક છે, એ બાબત આપણે પછી વિચારીશું,” કહી માં. મેડલીને પેાતાના હાથ જાવર્ટ તરફ ધર્યો; પરંતુ જાવર્ટ એકદમ પાસેા ખસી ગયે અને કડકાઈથી બાલ્યા :
66
માફ કરજો સાહેબ; પરંતુ નગરપતિના હાથ એક જાસૂસ માટે ન હાઈ શકે. જે ક્ષણથી મેં મારી સત્તાના દુરુપયોગ કર્યા, તે ક્ષણથી હું પોલીસ અમલદાર નિહ પણ એક હલકટ જાસૂસ બની ગયા કહેવાઉં.
33
આટલું કહી, તેણે ખૂબ નીચા નમીને નમન કર્યું અને પછી બારણા તરફ ચાલવા માંડયું. જ્યારે તે બારણા પાસે પહોંચ્યા, ત્યારે તે પાછા વળ્યે અને જમીન તરફ જ આંખ રાખીને બોલ્યા :
નગરપતિ સાહેબ, મારી જગાએ બીજો માણસ આવી પહેાંચશે, ત્યાં સુધી હું મારી ફરજ ઉપર ચાલુ રહીશ.”
66
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org