________________
ભવિતવ્યતા
૬૭
દિવસ બીજા કોઈને જીન વાલજીન માનવાની ભૂલ કરી જ કેવી રીતે શકયો ? હું આપની ક્ષમા માગું છું, નગરપતિ સાહેબ. ”
માઁ. મેડલીન કંઈક જુદા જ વિચારમાં પડી ગયા હતા. તેમણે સામે પ્રશ્ન પૂછ્યો, “ અને એ ડોસા શું કહે છે?”
નગરપતિ સાહેબ, એ બહુ ગૂંચવણભરી વાત છે. સાફ વાત એટલી જ છે કે, તે જીન વાલજીત અને જૂના ગુનેગાર છે. ભીંત કૂદીને સફરજન ચારવાં એ વસ્તુ એક બાળક માટે નાને સરખા દોષ કહેવાય; એક માણસ માટે તે અપરાધ કહેવાય; પરંતુ આવા જૂના જોગી માટે । તે ગંભીર ગુના ગણાય. એ હવે સામાન્ય ફોજદારી અદાલતને લગતી વાત રહી નથી, પરંતુ જૂરી સમક્ષ ઉપલી અદાલતમાં કામ ચલાવવું પડે તેવી વાત બની ગઈ છે. ઉપરાંત તેને સજા પણ થોડા દહાડાની નહિ હાય, પણ જીવનભર વહાણ ઉપર રાખત કેદની થશે. વળી ગારુડી છેાકરાને લૂંટવાની પેલી બાબત પણ છે જ. એટલાથી અને જીવનભર જોઈએ તેટલી કેદ મળી રહેશે. પરંતુ એ જીત વાલજીન ભારે ચાલાક માણસ છે. તે એવા તે આશ્ચર્યચકિત થવાના ઢોંગ કરે છે, તથા પાતે ચેપમેથ્યુ હોવાની વાતને એવી દૃઢતાથી વળગી રહે છે કે, બીજો કોઈ હોય તો શંકામાં પડી જાય. પણ આ વખતે તેના કશા ફરેબ ચાલવાના નથી. અમે ચાર ચાર જણ તેને ઓળખીએ છીએ, એ શું ખોટા? આવતી કાલે જ તેના ફેંસલા છે; મારે આજે સાંજે જ તેના મુકદ્મામાં સ!ક્ષી આપવા અહીંથી ઊપડવાનું છે. પરંતુ તે પહેલાં હું આપની પાસે મારા ગુનાની સજા માગવા આવ્યો છું. મને આપે બરતરફ કરવા જ જોઈએ.”
માં મેડલીન હવે ઊભા થયા.
46
“જાવર્ટ, તમે એક પ્રમાણિક વફાદાર માણસ છે. અને એ રીતે મારા તરફ્થી સંમાનને પાત્ર છે. તમે તમારા દોષની અતિશયોક્તિ કરો છે; ઉપરાંત એક રીતે એ વસ્તુ મને પેાતાને લગતી છે. તમે બરતરફીને બદલે બઢતીને પાત્ર છે. એટલે તમને હું તમારી જગાએ જ ચાલુ રહેવાના આગ્રહ કરું છું.’ જાવર્ટ પોતાની તેજસ્વી આંખોથી મોં. મેડલીન તરફ જોઈ રહ્યા. તે આંખામાં તેના અણઘડ પરંતુ દૃઢ અને નિર્મળ અંતરાત્મા પ્રકાશી રહ્યા હતા. તેણે શાંતિથી કહ્યું. :
19
64
નગરતિ સાહેબ, હું એ મંજૂર રાખી શકતા નથી. મને આપના ઉપર શંકા આવે ત્યાં સુધી તે હું મારી ફરજની હદમાં છું: કારણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org