________________
૩૬૫
અહા! કેવી નિરાંત! કે આનંદ! ભરવી પડે! જે જે માનતા કે એ કોઈ પ્રેમપત્ર છે! એ બધો ઊંટગધેડીને વ્યવહાર તે કમબખ્ત ધનવાનમાં હોય. અમે પ્રજાજને તે લડવૈયાઓ છીએ, અને અમે સ્ત્રી-જાતિને સન્માનની નજરે જોઈએ છીએ.”
જીન વાલજીને હવે પૂછયું : “ જવાબ ક્યાં સેંટ મેરી તરફ મોકલવાનો છે?”
“અરે નહિ; આ કાગળ તે રૂ દ લા ચેનરીને મારચેથી આવે છે; હું પણ ત્યાં જ હવે પાછો ફરું છું. અલવિદા, નાગરિક!”
ગેવોચ દેડી ગયા પછી જીન વાલજી એ કાગળ સાથે ઘરમાં દાખલ થશે. મીણબત્તી સળગાવીને કાગળ વાંચતાં વાંચતાં તેની નજરે આ લીટીઓ પડી – “હવે હું થોડી વારમાં મોતને ભેટું છું. આ વાંચતી હોઈશ ત્યારે મારો આત્મા તારી નજીક આવી પહોંચ્યો હશે.”
એ લીટીઓ વાંચતાં જ જીન વાલજીનના અંતરમાં જુદી જ જાતની લાગણીઓ અચાનક ઊભરાઈ આવી. તેના આઘાતથી તે જાણે તમ્મર ખાઈ ગયો. તે હવે મેરિયસની ચિઠ્ઠીને મદમત્તની દિમૂઢતાથી વારંવાર જોવા લાગ્યો. કારણ કે, તેના વધુમાં વધુ ધિક્કારપાત્ર દુશ્મનની એ મરણ-ચિઠ્ઠી હતી!
તેના અંતરમાં એક ભીષણ આનંદની ચીસ ઊઠી. પોતે આશા રાખવાની હિંમત કરી હતી તેના કરતાં પણ દુશમન વહેલો અને પોતાની મેળે રસ્તામાંથી દૂર થઈ ગયો હતો!– અથવા દૂર થવાની તૈયારીમાં હતો ! અને પોતાને આ મહાવિપત્તિમાંથી – કટોકટીમાંથી ઉદ્ધાર થતો હતો!
પરંતુ હજુ કદાચ એ મરણ ન પામ્યા હોય! આ ચિઠ્ઠી તે કૉસેટ સવારમાં વાંચે એ ઇરાદાથી લખાઈ હતી; તથા મરચા ભણીથી અગિયારબારની વચ્ચે જે બે ધડાકા સંભળાયા ત્યાર પછી કશી ધાંધલને અવાજ આવ્યો ન હતો. અર્થાત મોરચાનું યુદ્ધ હવે બીજે દિવસે સવારે જ શરૂ થવાનું. અલબત્ત, મેરિયસ આ મોરચામાં જોડાયો હોવાથી જીવતે તો નહિ જ છટકવાનો; અને વળી મારવામાં પણ તે ઘેરાયેલી સ્થિતિમાં જ છે. પોતે હવે કૉસેટ સાથે “એકલો’ રહી શકશે! હવે કૉસેટમાં બીજો કોઈ ભાગીદાર રહેશે. નહિ. અહા! કેવી નિરાંત! કે આનંદ!
એક કલાક બાદ ન વાલજીન બંદૂક તથા કારતૂસની પેટી સાથે નેશનલ ગાર્ડને સરકારી ગણવેશ પહેરીને પેલા મરચા તરફ ચાલી નીકળ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org