________________
શાહી ચોકી ઉપર હુમલો ગેડ્રોચ પેલી શેરીનું ફાનસ ભાંગ્યા પછી બીજી શેરીમાં આવ્યો. ત્યાં કઈ “બિલાડી' નજરે ન પડતાં, તેણે પોતાનાં ફેફ્સામાં જેટલી હવા ભરી શકાય તેટલી ભરીને મોટે અવાજે એક હિંસક ગીત શરૂ કર્યું. આસપાસનાં ઊંઘતાં કે બીની ઊઠેલાં ઘરો એ પંક્તિઓ સાથેની તેની વધેલી કૂચકદમથી ધણધણી ઊંડ્યાં.
ગેડ્રોચ મેના ચાળા કરવામાં નિષ્ણાત હતા. ભારે પવનમાં ફાટેલા કપડાનાં બાકાંના જેટલા ઘાટું થાય તે કરતાં પણ વધારે ઘાટ ગેટ્ટોચના માંના થતા હતા. કમનસીબે એ બધું જોનાર એ અંધારી રાતે કોઈ હાજર ન હતું. કેટલી બધી કળા કદર થયા વિનાની જ રહી જાય છે!
અચાનક એક બીજી કળાપૂર્ણ ચીજ તેની નજરે પડી. સુસંગતિ એ જ કળાનું હાર્દ કહેવાય છે અને અહીં એક ચીજ અને એક પ્રાણીની સુસંગતિ ભારે કળાત્મક દૃશ્ય સરજી રહી હતી. ચીજ હતી હાથગાડું અને પ્રાણી હતું એમાં સૂતેલો એક દારૂડિયો. ગાડાનો હડ ફરસ ઉપર ટેકવેલ હતો અને પેલે દારૂડિયો માથું ગાડાની પૂંટ આગળ ગંઠવી, આખા ઢાળ ઉપર ગમે તેમ અમળાઈને ગોઠવાયો હતો. તેના પગ જમીનને અડકતા હતા.
ગોચની તીણ નજર પારખી ગઈ કે, પેલે ઠેલણગાડીવાળો વધારે પડતો દારૂ ઢીંચી, વધારે પડતું ઊઘેલો છે. તરત તેના મનમાં એક વિચાર
ફુર્યો. આ ઠેલણગાડી મોરચા ઉપર સડસડાટ ચડી જશે. તરત તેણે ગાડીને પેલાના આખા શરીર નીચેથી ખેંચી લીધી. પેલો ધડાકા સાથે ફરસ ઉપર ચત્તાપાટ પડ્યો. પણ તે એટલા આરામમાં હતો કે, આટલી નાની દખલથી તેમાં કશો વિક્ષેપ પડે તેમ ન હતું.
ગેચે તરત પોતાના સંગ્રહસ્થાન જેવા ખીસામાં હાથ નાખી, એક સુતાર પાસેથી કેસે ચડાવી તફડાવેલી લાલ પેન્સિલ કાઢીને એકાદ કાગળનું ચીંથરું શોધી કાઢી તેના ઉપર સરકારી પહોંચ લખી દીધી – “ફ્રેન્ચ પ્રજાસત્તાક તમારી ઠેલાગાડી સ્વીકારે છે!
– કામચલાઉ પ્રતિનિધિ મેચ ” પછી એ સરકારી દસ્તાવેજ પેલા ગરાના ખીસામાં બેસી તે તરત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org