________________
શાહી ચેકી ઉપર હુમલે ! ઠેલાગાડીના હડાને પકડી ગાડીને જોરથી ધકેલતો તથા પિતાના કૂચ-ગીતને વધુ જોરથી અવકાશમાં ગજાવતે મોરચા તરફ ઊપડયો.
પણ પાસે જ એક સરકારી થાણું હતું તેની તેને ખબર નહોતી. એ થાણામાં નેશનલ ગાર્ડની ટુકડી ગોઠવવામાં આવી હતી. બે બે ફાનસે ફૂટવાને અવાજે, કૂચગીતના અવાજે, અને ઠેલાગાડીનાં પૈડાંના અવાજે, એ બધા નિરાંતે ઊંઘતા સૈનિકોનાં માથાં પથારીમાં સહેજ સળવળ્યાં. તેમના અસરને તરત લાગ્યું કે, આ તે બળવાખોરોની આખી ટુકડી તોપખાના સાથે કૂચકદમ કરતી આવી રહી છે ! પણ તે બહુ સાવચેત માણસ હતે. બળવાખેરની હિલચાલ તેમજ તાકાત બરાબર માપ્યા – જાણ્યા વિના તેઓના રસ્તામાં નાહક શા માટે આડા આવવું?
તે ગુપચુપ બિલાડીની પેઠે એક સહીસલામત ખૂણામાં લપાઈને ઊભો રહ્યો.
બેવોચ એ શેરીની બહાર નીકળવા જતો હતો, તેવામાં જ તેની સામે એક ગણવેશ, અને એક બંદૂકની નળી નજરે પડ્યાં.
ગુડ મૉનિંગ, જાહેર કાયદો અને વ્યવસ્થા !” “તું ક્યાં જાય છે, રખડેલ ભામટા?” સારજંટે પૂછયું.
“નાગરિક, મેં તને હજુ “બૂવા” (માલમતાદાર ધનિક) કહીને સંધ્યો નથી; પછી તું શા માટે મારું અપમાન કરે છે?” મેવો ક્રાંતિની ભાષામાં જવાબ આપ્યો.
“હું ક્યાં જાય છે, એ મારે જાણવું છે, શયતાન !”
“ભલા માણસ, તું વ્યાજખોર શરાફની ભાષા વાપરત લાગે છે; તારી ઉંમર કોઈ કલ્પી ન શકે. તારા વાળની એક ઝૂડીના તારે સે ફ્રાંક માગવા જોઈએ. કુલ માથાના તને પાંચસો ફ્રોક સહેજે ઊપજશે.”
“તું કયાં જાય છે, કયાં જાય છે, ક્યાં જાય છે, ડાકુ, ધાડપાડું !”
“તારા શબ્દો અતિ લાડઘેલા બાળક જેવા છે, તને ધવડાવનારે જરા તારું માં વધારે ઘસીને લૂછવું જોઈએ.”
પેલા સારજંટે પોતાની બેયોનેટની અણી ગેડ્રોચ તરફ ધરી અને પૂછ્યું : “છેલ્લી વાર, બોલ તું ક્યાં જાય છે, ભિખારડા !”
સરસેનાપતિ ! મારી મહરદાર અચાનક બીમાર પડી ગઈ છે. તેથી હું દાક્તરને બોલાવવા જાઉં છું.”
“હોશિયાર !” કહી સારજંટે બેયોનેટ જોરથી ઉગામી. ગેડ્રોચે જોયું કે, કેઆ ઠેલાગાડીને કારણે જ આ બધી પંચાત ઊભી થઈ છે. હવે જેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org