________________
૩૬૪
લે સિઝેરાહ
કારણે બરબાદી સરજાઈ હોય, તેના વડે જ પેાતાની સહીસલામતી સાધવી, એ તે બત્રીસ-લક્ષણા મહાપુરુષોની જ આવડત કહેવાય; તેણે તરત ઠેલાગાડીને એટલા જોરથી પેલા સારાંટના પેટ તરફ જ ધકેલી દીધી કે પેલા ગટરમાં જોરથી ગબડી પડો અને તેની બંદૂકના હવામાં ભડાકો થયા.
સારટની બૂમ સાથે જ તેની ટુકડીના માણસા હવૈ સફાળા ઊભા થઈ ગયા હતા અને વગર જોયે તેમણે એકદમ હવામાં એક ગાળીબાર તે કરી જ દીધા અને પછી બંદૂકો ફરી ભરવા માંડી.
ત્યાર પછી તા કશું જોયા કર્યા વિના આ ચાલ્યા કર્યા; અને તેનાથી આજુબાજુનાં ધરાની આવરદા પૂરી થયા.
દરમ્યાન ગૈોચ પૂરપાટ દોડતા છટકી ગયા.
ગાળŪબાર પૂરી પંદર મિનિટ કાચની કેટલીય તખ્તીઓને
પેલી ટુકડીના ગોળીબાર એળે ન ગયા. પેલી ઠેલાગાડીના કબજો લેવામાં આવ્યો. તેના દારૂડિયા કબજેદારને કૈદ પકડવામાં આવ્યા. તેના ખીસામાંથી નીકળેલી કામચલાઉ સરકારની પહોંચ ઉપરથી તેણે ફ્રેંચ ક્રાંતિને એ ઠેલાગાડી મદદ તરીકે આપી હતી, એમ સાબિત થયું; અને તેને બળવાખોરોના સક્રિય મળતિયા ગણી, કોર્ટ-માર્શલ કરવામાં આવ્યો. સમાજના સંરક્ષણ માટે પોતાનું ખાતું કેવું સાગ છે, એનાં બણગાં જાહેર સંરક્ષણપ્રધાને ક્રૂ'કથાં અને સરકારી દફતરમાં તે આખી ઘટના, ‘મધરાતે કરવામાં આવેલા શાહી ચોકી ઉપરના હુમલેા ' તરીકે વિગતવાર નોંધાઈને ઇતિહાસનું એક પાનું બની ગઈ.
1
Jain Education International
૮૮
અમે મરવા નીકળ્યા છીએ !
રાત દરમ્યાન બળવાખોરોએ પોતાના મેરા બે ફૂટ ઊંચા કર્યાં હતા તથા તેનું સમારકામ પણ કરી લીધું હતું. છેક ટોચે ચડવા પથ્થરો ગાઠવી પગથિયાં જેવું પણ કર્યું હતું. મરેલાનાં શબ એક બાજુ ઢગલા કરી દેવામાં આવ્યાં. તેમાં ચાર તા નેશનલ ગાર્ડના માણસ હતા. તેમના ગણવે એ જોલરસે ઉતરાવી લીધા,
For Private & Personal Use Only
www.jainelibrary.org