________________
અમે મરવા નીકળ્યા છીએ!
૩૬૫ એલરસે સૌને બે કલાક ઊંધી લેવાની સલાહ આપી. જોકે ત્રણ કે ચાર જણાએ જ એમ કર્યું. એ દરમ્યાન મકાનમાંથી ત્રણે સ્ત્રીઓ ભાગી ગઈ. બળવાખોરોને તેથી જરા નિરાંત જેવું હવે લાગવા માંડયું.
ઘાયલ થયેલાઓને પાટાપિંડી કરવામાં આવી. વધુ ઘાયલ થયેલા પાંચને ઘાસ પાથરી રસોડામાં સુવાડવામાં આવ્યા. તેમાં પણ બે મ્યુનિસિપલ ગાર્ડના સૈનિક હતા.
નીચેના એરડામાં હવે કાળા કપડામાં ઢંકાયેલું મેફનું શબ રહ્યું અને થાંભલે બંધાયેલ જાવર્ટ!
બગીના ઊંચા દાંડા ઉપર ફરી ધ્વજ ફરકાવી દેવામાં આવ્યો. એ ધ્વજ મેબેફને ચાળણી થયેલ લોહી નીતરતે કટ જ હતો.
ખાવાનું તે હવે કાંઈ રહ્યું જ ન હતું. મરચામાંના પચાસ માણસો સેળ કલાક ત્યાં રહ્યા તે દરમ્યાન વીશીમાંનું ખવાય તેવું બધું ખાઈ નાખ્યું હતું. છઠ્ઠી જૂનની સવારના કલાકો હતા; સેંટ મેરીવાળા જંગી મોરચામાં તે ત્રણ વાગ્યે જ્યારે આગેવાન પાસે સાથીઓએ ખાવાનું માગવા માંડયું, ત્યારે તેણે જવાબ આપ્યો હતો કે, “હવે ખાઈને શું કરવું છે? ત્રણ તે વાગ્યા છે, અને ચાર વાગ્યે આપણે બધા મરી ગયા હોઈશું.”
આ મોરચે ખાવાનું કશું રહ્યું ન હતું એટલે એલરસે દારૂ પીવાની પણ મનાઈ કરી દીધી. વીશીમાં જે કાંઈ શીશીઓ મળી, તે બધી કબજે કરી લેવામાં આવી.
એન્જોલરસ હવે બહારની પરિસ્થિતિને કયાસ કાઢવા નીકળ્યો. નાના મોરચેથી તે ઘરો પાસે લપાતો લપાતો બહાર ચાલ્યો ગયો. રાતનો હુમલો પાછો વળ્યું, એટલે અંદરના મોરચાવાળાઓને હવે વિજયની ખાતરી થઈ ગઈ હતી : સવારના તે ચારે બાજુએથી મદદ મળશે એવી તેમની ગણતરી હતી. આખું પેરિસ એકીસાથે સળગી ઊઠશે અને પલટણના સૈનિકો ગભરાઈને હથિયાર હેઠાં મૂકી દેશે! સેંટ મેરીવાળા જંગી મરચાની પડઘમ તે આખી રાત થંભી જ નહોતી. અર્થાત એ લોકો પણ હજુ ટકી રહ્યા હતા, એ બીજો પુરા!
થોડી વાર બાદ એલરસ પાછો આવ્યો. તે ગંભીરપણે સૌને સંબોધીને બોલ્યો : “પૅરિસનું આખું લશ્કર હુમલો કરવા મેદાને પડયું છે. એ લશ્કરનો ત્રીજો ભાગ તમારા મોરચા ઉપર આવી રહ્યો છે. નેશનલ ગાર્ડ ઉપરાંત પાંચમી અને છઠ્ઠી પલટણના વાવટા પણ મેં સાથે ઊડતા જોયા. એક કલાકમાં હુમલો થશે. લોકો ગઈ કાલ સુધી જુસ્સાથી ઊકળતા હતા, તે આજે સવારે હાલતા પણ નથી. કશાની આશા રાખવી નકામી છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org