________________
હે મિશન્ડ લેકેએ તમને તમારા નસીબ ઉપર છો દીધા છે!”
એકદમ તરફ સન્નાટો છવાઈ રહ્યો. પણ તુરત જ મંડળમાંથી કેઈને અવાજ આવ્યો : “તે ભલે; હવે મોરચાને વીસ ફૂટ ઊંચે બનાવી દો. અને આપણે સૌ તૈયાર રહે. આપણે હવે આપણાં શબ્દોથી તેમને સામનો કરીશું. લોકો ભલે લોક-સૌનિકોને તજી દે, કૌનિકોએ લોકોને તજી દીધા નથી, એ આપણે બતાવી આપીએ!”
૧૮૩૨ની જનની છઠ્ઠી તારીખે સવારે સેંટ મેરીવાળા મોરચામાં પણ એ જ ઘડીએ નીચેના શબ્દો ગગનને ભેદી રહ્યા હતા : “ભલે મદદ આવે કે ન આવે; આપણે અહીં છેક છેલ્લા માણસ સુધી ખડા રહેવાના છીએ.”
એન્જોહરસવાળે મોરચે પણ ગગનભેદી પોકાર ઊડ્યો, “શહીદી ઝિદાબાદ! અમે બધા જ મરવા માટે તૈયાર છીએ!”
શા માટે બધા જ?” “બધાં જ! બધા જ!”
“પણ મરચાનું સ્થાન સારું છે, તથા મોરચે મજબૂત છે : ત્રીસ માણસો બસ છે. શા માટે ચાલીસ જણાને ભોગ આપ?”
“કારણ કે, કોઈ ચાલી જવા માગતું નથી!”
“નાગરિક,” એન્જોલરસે કહ્યું, “લોકતંત્ર માણસની બાબતમાં એવું સભર નથી કે જેથી નકામું ખર્ચ પાલવી શકે. જો કેટલાક જણે ચાલ્યા જવાની જરૂર હોય, તે તે તેમની ફરજ છે.”
ટેળામાં એકદમ ગણગણાટ વધી ગયે. એક જણ બેલ્યું, “પણ બહાર નીકળવા જઈએ તે પણ લશ્કરના હાથમાં પકડાતાં જ તેઓ ગોળીએ દઈ દે. અમારાં કપડાં અને અમારા દાગેળાથી ગંધાતા હાથ જ અમારી ચાડી ખાય. એના કરતાં અહીં શું ખાટા?”
તરત એલરસ કોમ્પીરને ઇશારો કરી એક બાજુ ચાલ્યો ગયો. ડી વારમાં બંને જણા ચાર ગણવેશ લઈને પાછા આવ્યા.
“આ ગણવેશ પહેરીને તમે સહીસલામતીથી ચાલ્યા જઈ શકશે. આ રાાર ગણવેશ છે.”
પણ કોઈ હાલ્યું નહિં. કેળફેર હવે બોલ્યો : “ભાઈઓ, આ હવે સ્ત્રી-દાક્ષિણ્યને સવાલ બની જાય છે. તમારે પત્ની એ છે કે નહિ? બાળક છે કે નહિ? ઘેર ઘડિયાં હીંચળતી માતાએ છે કે નહિ? હું પણ મરવા તૈયાર છું, પરંતુ મારા મડદાની આસપાસ સ્ત્રીઓ હાથ આમળતી નિસાસ નાખે, એ વાત મને ન પાલવે. આપણે મરવું એ વાત તે ખરી; પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org