________________
લે મિઝેરાલ્ડ - બિશપ પોતે ક્રાંતિના દિવસમાં કુટુંબની થયેલી પાયમાલી દરમ્યાન પેટ - તરફ જ રહ્યા હતા, તથા હાથે મજૂરી કરીને ગુજરાન ચલાવતા હતા. તે વાત
કહીને તેમણે તે તરફ કયા કયા ધંધા ચાલે છે તથા ત્યાં કેવું કેવું કામકાજ - મળી રહે છે તેની વાત ઉપાડી. પણ પેલાને સુધારવાના કે કોઈ કામે લાગવાના ઉપદેશને એક હરફ પણ ન ઉચ્ચાર્યો. શ્રીમતી બેપ્ટિસ્ટાઇન ડે એવા કોઈ ઉપદેશ-પ્રકરણની જ આશા રાખી રહી હતી, પણ તેવું કશું જ તેમણે ન કર્યું. - થોડી વાર બાદ આગંતુકને ઊંઘે રાતે જોઈ, બિશપે એક મીણબત્તી પિતાના હાથમાં લીધી અને બીજી તેના હાથમાં આપીને કહ્યું, “આ સાહેબ, હું તમને તમારી સૂવાની જગા બતાવું.” - પેલાએ પોતાને ઝોય અને દંડ ઉપાડી લીધા. પ્રાર્થનાના ઓરડાના ભંડકિયામાં પથારી હતી, ત્યાં બિશપના સૂવાના ઓરડામાં થઈને જવાનું હતું. તેઓ ત્યાં થઈને પસાર થતા હતા, ત્યારે મેંગ્લેઇર ઓશીકા તરફના હાટિયાની ટોપલીમાં ચાંદીના વાસણ મુકતી હતી.
મને આશા છે કે તમને સારી ઊંઘ આવશે,” બિશપે કહ્યું, “સવારે જતા પહેલાં તમે અમારી ગાયનું તાજું દૂધ પીતા જજો.”
“બહુ સારું, પાદરી સાહેબ.” એમ કહી તે નાકના ફૂંફાડાથી મીણબત્તી એલવીને, પહેરેલે કપડે જ પથારીમાં પડ્યો અને થોડી વારમાં ઘસઘસાટ ઊંધી ગયો,
:
મુક્તિ અને બંધન અડધી રાતે જીન વાલજીને જાગી ઊઠયો.
તે બ્રીડના એક ગરીબ ખેડૂત કુટુંબમાં જન્મ્યો હલ. નાનપણમાં તેને નિશાળે મૂક્યો ન હતો, અને મોટપણે તે ફેવડમાં કઠિયારે બન્ય, નાની વયે જ તે માબાપ વિનાને બન્યો હતો : મા રોગમાં સારવારને અભાવે મરી ગઈ, અને બાપ લાકડાં કાપતાં ઝાડ ઉપરથી પડીને મરી ગયો. જન વાલજીન માટે જે કાંઈ બાકી રહ્યું તે સાત બાળકોવાળી એક વિધવા મોટી બહેન. બહેને જીન વાલજીનને ઉછેરી મેટો કર્યો અને પિતાને પતિ જીવતે હવે ત્યાં સુધી તેનું પાલન કર્યું. જ્યારે તેને તે ગુજરી ગયો,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org