________________
મુક્તિ અને બંધન ત્યારે સાત બાળકોમાંનું સૌથી મોટું આઠ વર્ષનું હતું, નાનું એક વર્ષનું હતું, અને જીન વાલજીને હમણાં જ પચીસ વર્ષે પહોંચ્યો હતો. પિતાને ઉછેરનાર બહેન અને તેના કુટુંબનું ગુજરાન ચલાવવાને ભાર હવે તેને માથે આવ્યો.
લાકડાંની મોસમમાં તે રોજના ૧૮ સ (લગભગ દસ નવા પૈસા) કમાતે. તે ઉપરાંત લણવાની કે બીજી જે કાંઈ મજુરી મળે તે પણ કરતે. તેની બહેન પણ કામકાજ કરતી; પણ સાત સાત છોકરાં લઈને તે કેટલુંક કરી શકે? કંગાલિયત એ આખા કુટુંબને ધીમે ધીમે ઘેરતી અને ગૂંગળાવતી જતી હતી. એક શિયાળો ખરાબ આવ્યો અને જીન વાલજીન કામ વિનાને તથા કુટુંબ રોટી વિનાનું થઈ ગયું. રોટી વિનાનું એટલે શબ્દશ: રોટી વિનાનું, અને સાત છોકરાં !
રવિવારની એક રાતે દેવળના ચોગાનમાં આવેલા ભઠિયારખાનાને માલિક પથારીમાં સૂવા જતો હતો, તેવામાં દુકાનના શેરી તરફના કાચના બારણામાં કોઈએ જોરથી ઘા કર્યો. તે તરફ જઈને તેણે જોયું તો ફાટેલા કાચમાંથી એક હાથ અંદર પેઠો હતો અને પાંઉરોટી ઉપાડતો હતે. ભઠિયારે દોડતે બહાર આવ્યો. ચાર જોરથી નાઠો પણ ભઠિયારે તેને પકડી પાડ્યો. ચોરે રોટી ફેંકી દીધી હતી પણ તેના હાથમાંથી લોહી દદડતું હતું. તે જીન વાલજીન હતા.
એ બધું ૧૭૯૫માં બન્યું. જીન વાલજીન ઉપર કામ ચાલ્યું. તેને લશ્કરી વહાણ ઉપર સખત મજુરીવાળી પાંચ વર્ષની કેદની સજા થઈ.
૧૭૯૬ના એપ્રિલ માસની ૨૨ મી તારીખે, બિ૦ મુકામે કેદીઓની એક લાંબી લંગારને ભારે સાંકળ સાથે જડવામાં આવતી હતી. જીન વાલજીન પિતાના વારાની રાહ જોતે હારમાં બેઠો હતો. જ્યારે લોઢાને પટો તેના ગળામાં ડવામાં આવ્યો, અને હથોડાના ઘા તેના માથા પાછળ પડવા લાગ્યા, ત્યારે તે રી પડ્યો. આંસુથી તેને અવાજ રૂંધાઈ ગયો અને ડચકાં ખાતાં ખાતાં તેણે જમણો હાથ ઊંચો કરી સાત વખત વારાફરતી નીચે કર્યો; જણે સાત નાનાં નાનાં માથાને તે અડત હોય અને એમ જણાવતો હોય કે તેણે જે કાંઈ ગુનો કર્યો હતો તે માત્ર સાત વાનાં છોકરાંને ભૂખે મરતાં અટકાવવા કર્યો હતે.
ગળામાં સાંકળ સાથે સત્તાવીસ દિવસની મુસાફરી બાદ તે ટુલ બંદરે આવી પહોંચ્યો. તે હવે જીન વાલજીન નહિ, પણ નં. ૨૪,૬૦૧ બની ગયે. તેની બહેનનું શું થયું? સાત છોકરાનું શું થયું? પણ તેની ચિંતા કોને હતી?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org