________________
પરણે “પાદરી સાહેબ,” પેલો બોલ્યો, “તમે બહુ ભલા છે, અને મારે તિરસ્કાર કરતા નથી. તમે મને દસ્તની પેઠે સત્કારો છો, અને મારે માટે ટેબલ ઉપર દીવાદાની મુકાયો છે. પણ હું કોણ છું તથા ક્યાંથી આવું છું તે મેં તમારાથી છુપાવ્યું નથી.”
બિશપ તેની બાજુએ જ બેઠા હતા. તેમણે તેના હાથને ધીમેથી સ્પર્શ કરીને કહ્યું, “તમે કોણ છો તે મને કહેવાની જરૂર નહતી. આ બારણામાં પ્રવેશ કરનારને નામ છે કે નહિ તે પુછાતું નથી, પણ તેને કંઈ જરૂર છે કે નહિ તે જ પુછાય છે. તમે થાક્યા છા, ભૂખ્યા છે અને તરસ્યા છો, એટલે આ ઘરમાં તમે આવકારપાત્ર છે. વળી તે બદલ મારે આભાર માનવાની જરૂર નથી; તેમ જ હું તમને મારા ઘરમાં આવવા દઉં છું એમ પણ તમારે માનવાનું નથી, કારણ કે, આ ઘર છે જેને આશરાની જરૂર છે, તેનું જ છે.”
દરમ્યાન મેગ્લોર બાપુએ વાયુનું પીરસવા માંડયું હતું. પેલે ભુખાળવાની પેઠે ખાવા મંડી ગયો. વાળું પૂરું થયા પછી તે અચાનક બોલી ઉઠયો, “પાદી સાહેબ, મારે માટે તે આ બધું ખૂબ જ સારું છે; પણ મારે કહેવું જોઈએ કે, વીશીમાં બેઠેલા ગાડાવાળા કે જેમણે મને તેમની સાથે જમવા દીધો નહિ, તેઓ તમારા કરતાં સારું ખાતા
હશે.”
શ્રીમતી બેપ્ટિસ્ટાઈનને પેલાની આ વાતથી જરા ખોટું લાગવા જેવું થયું. પણ બિશપે તરત જવાબ આપ્યો, “તેઓ મારા કરતાં કામ પણ વધારે કરે છે ને?”
ના, ના,” પેલાએ કહ્યું. “તેઓની પાસે પૈસા વધારે હોય છે. તમે ગરીબ છો એ મને ચખું દેખાય છે, કદાચ તમે પાદરી સાહેબ પણ નહિ હે; તેમના હાથ નીચેના કોઈ માણસ હશો. પણ ભગવાન ને ન્યાયી હોય, તે તમને જરૂર પાદરી સાહેબ બનાવવા જોઈએ.”
બિશપે જવાબ આપ્યો, “ભગવાન તે મારી બાબતમાં વધારે પડત ન્યાયી બન્યા છે.” પછી એક ક્ષણ વાર રહીને તે બોલ્યા, “જન વાલજીન સાહેબ, તમે “પટ' તરફ જાઓ છો ખરું ને?”
મારે ત્યાં જવું પડે તેમ છે.” ડી વાર પછી તેણે ઉમેર્યું, “મારે કાલે દિવસ ઊગતાં જ નીકળવું જોઈએ. રસ્તો બહુ વસમો છે; અને રાતે ટાઢ પડે છે, તેટલો જ દિવસે તાપ પડે છે.”
લે મિ૦ – ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org