________________
લે મિરાન્ડ આને અર્થ હવે પેલાના સમજવામાં આવ્યો. તેના ચહેરા ઉપર અત્યાર સુધી જે કાળી ખિન્નતા અને કઠોરતા છવાઈ રહ્યાં હતાં, તેમનું સ્થાન હવે દિમૂઢતા અને હર્ષની ઉજજવળતાએ લીધું. તે ગાંડાની પેઠે ખેંચાતે અવાજે બોલ્યો, “સાચી વાત? સાચી વાત? ત્યારે તમે મને, ગુનેગારને, હાંકી કાઢવાના નથી પણ વાળુ તથા ચાદરવાળી પથારી આપવાના છે? ઓગણીસ વર્ષથી હું બિછાવેલી પથારીમાં સૂતો નથી. તમે કોઈ સારા માણસ લાગો છો. મને તમે “સાહેબ” કહો છો; પણ આટલાં વર્ષ ક” સિવાય બીજું કોઈ નામ મેં સાંભળ્યું નથી. તમને હું બરાબર પૈસા ચૂકવીશ; અરે, તમે કહેશે તેટલા પૈસા આપીશ. મારી પાસે ૧૦૯ ફક છે. તમે બહુ લાયક માણસ છે. તમે વીશીવાળા છે, ખરું ને?”
“હું તે આ ઘરમાં રહેતા એક પાદરી છે.”
પાદરી ! કેવા ભલા પાદરી ! તો તે તમે મારી પાસેથી પૈસા પણ નહિ લેવાના, ખરું?”
ના, જી; તમારા પૈસા તમારી પાસે જ રાખો. તમને એ ૧૦૯ કૂક કમાતો કેટલાં વર્ષ લાગ્યાં હતાં?”
એગણીસ વર્ષ.”
“ઓગણીસ વર્ષ !” કહી બિશપે ઊંડે નિસાસો નાખ્યો. પેલે એક ખૂણામાં પિતાને ઝોયણો તથા દંડો મૂકીને બોલ્યો, “હજુ મારી પાસે પૂરેપૂરી રકમ છે. ચાર દિવસમાં મેં ફક્ત ૨૫ સૂ ખર્ચા છે; પણ તે હું ગ્રા) પાસે ગાડામાંથી ગૂણો ઉતારવાની મજૂરી કરીને કમાયો હતે.”
બિશપ હવે ખુલ્લું રહેલું બારણું બંધ કરવા ઊઠયા. એવામાં મેંગ્લેઇર એક વધુ તાસક તથા ચમચા વગેરે ટેબલ ઉપર મૂકવા આવી.
એ તાસક જેમ બને તેમ સગડી પાસે જ મૂકો, મૅગ્લેઇર બાન,” બિશપે કહ્યું. અને પછી આગંતુક તરફ કરીને તે બોલ્યા, “આપ્સ પર્વત ઉપર રાતને પવન બહુ તીણો હોય છે, અને તમને ઠંડી લાગતી હશે, સાહેબ.”
જેટલી વખત બિશપ પિતાના મૃદુ ગંભીર અવાજે “સાહેબ” શબ્દ બોલતા, તેટલી વખત પેલાનું મોં ઉજાસભર્યું થઈ જતું.
‘આ દીવાનું અજવાળું બહુ ઝાંખું પડે છે,” બિશપે મેંગ્લોઅર તરફ જોઈને કહ્યું. મેંગ્લોઇર સમજી ગઈ અને અભરાઈ ઉપરથી રૂપાની બે દીવાદાની લઈ આવી તથા તેમને સળગાવીને ટેબલ ઉપર મૂકી ગઈ.
# ૧૦૦ સુ = ૧ કાંક. ૨૫ સૂ એટલે લગભગ ૧૪ નવા પૈસા.
શs
.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org