________________
૧૫
પરણે શહેરમાં આવતાંવેંત હું વીશીમાં ગયો હતો, પણ મારા પીળા પરવાનાને કારણે મને ત્યાંથી તગેડી કાઢયો છે. એ પરવાને માટે દરેક થાણે બતાવવાનો હોય છે. બીજી વીશીમાંથી પણ મને એ જ કારણે જાકારો મળે છે. અને એમ જ જયાં જ્યાં ગયો ત્યાં બન્યું છે. મેં ખેતરો ભણી ખુલ્લામાં પડી રહેવાને વિચાર કર્યો, પણ વાદળ ઘેરાયેલાં છે એટલે વરસાદની બીકે હું શહેરમાં પાછો ફર્યો છું. દેવળ પાસેની એક છાટ ઉપર હું સૂતો હતો, તેવામાં એક ભલી બાઈએ મને તમારું ઘર બતાવીને કહ્યું કે, “ ત્યાં જા, અને તે ઘરનું બારણું ઠોક.’ આ કઈ જાતનું મકાન છે? તમે વશી રાખે છે? મારી પાસે પૈસા છે. ઓગણીસ વર્ષ વહાણમાં કેદી તરીકે મજૂરી કરીને હું ૧૦૯ કૂક કમાયો છું. હું બહુ થાક્યો છું અને મને કકડીને ભૂખ લાગી છે. તમે મને આજની રાત રહેવા દેશે?”
મેઇર બાનુ,” બિશપે કહ્યું, “ ટેબલ ઉપર બીજી તાસક મૂકો.” પેલે જાણે સમજ્યો ન હોય તેમ ત્રણ ડગલાં આગળ વધીને મેજ ઉપરના દીવા પાસે આવ્યો; તથા પિતાના ખીસામાંથી એક પીળો પરવાનો કાઢીને બોલ્યો, “થોભે, થોભે; જુઓ, આ મારો પરવાને. મને વાંચતાં આવડે છે; વહાણ ઉપર કેદીઓ માટે નિશાળ હોય છે, તેમાં જેમને શીખવું હોય તેને લખતાં-વાંચતાં શિખવાડે છે. સાંભળે, એમાં લખ્યું છે“જીન વાલજીન, સજા પૂરી થવાથી છૂટેલે ગુનેગાર; રહેવાસી – નો. વહાણ ઉપર ઓગણીસ વર્ષ સજા ભોગવી છે: ઘર ફાડી લૂંટ કરવા બદલ પાંચ વર્ષ, અને ચાર વખત નાસા છૂટવાનો પ્રયત્ન કરવા માટે ચૌદ વર્ષ. માણસ ભારે જોખમકારક છે.” આ પરવાનાને કારણે બધાએ મને હાંકી કાઢયો છે. તમે શું મને રહેવા દેશે? આ વીશી છે? મને ખાવાનું તથા સૂવાનું મળશે ? અહીં પડખે તબેલા જેવું કાંઈ છે?”
“મેગ્લોર બાનુ,” બિશપે કહ્યું, “તમે પ્રાર્થનાના ઓરડાના ભંડકિયાની પથારી ઉપર નવી ચાદર બિછાવજો.”
બને સ્ત્રીઓ બિશપની આજ્ઞાનું પાલન કરવામાં પાછું જુએ તેમ ન હતી. મેંગ્લોઅર બધું તૈયાર કરવા તરત ઓરડાની બહાર નીકળી ગઈ. બિશપે પેલા તરફ ફરીને કહ્યું ——
બેસો અને જરા સાંસતા થાઓ, સાહેબ. આપણે હમણાં જ વાળુ કરવા બેસીએ છીએ; અને વાળનું પરવારીશ ત્યાં સુધીમાં તમારી પથારી તૈયાર થઈ જશે.”
• આરે ૬૫ રૂપિયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org