________________
લે મિઝરાક્ષ બંધ કરીને ઊડ્યા અને જમવાના ઓરડામાં આવ્યા. તે વખતે મેંગ્લોઇર જે આવેશથી તથા ઊંચા સ્વરે શ્રીમતી ઑપ્ટિસ્ટાઇનને કંઈક સંભળાવી રહી હતી, તે ઉપરથી બિશપને સમજી જતાં વાર ન લાગી કે, આગલા બારણાનાં સાંકળ-નકુચાની જ વાત થાય છે.
વાત એમ બની હતી કે, મેંગ્લોર તે સાંજે વાળ માટે કાંઈક ખરીદવા શહેરમાં ગઈ હતી. ત્યાંથી તે એક ભયંકર ભામટા શહેરમાં આવ્યાની વાત સાંભળી લાવી હતી : “એ ભામટો ભારે ખૂની માણસ છે અને કોઈ પણ વીશીવાળાએ પોતાને ત્યાં તેને એક રાત પણ રહેવા દેવાની હિંમત કરી નથી. ત્યાર પછી પણ ગામમાં ક્યાંક તે ફર્યા કરે છે. આજ રાતે જરૂર ક્યાંક ખૂન, ચેરી કે લૂંટ થઈ બેસવાને પૂરો સંભવ છે. બધા લોકો વેળાસર બારણાં બરાબર બંધ કરીને સાવધાન થઈ ગયા છે, પણ આપણે અહીં મુખ્ય બારણાને સાંકળ, નકૂચો કાંઈ જ નથી. નામવર જે રજા આપે, તે હું લુહારને અબઘડી બોલાવી લાવું, અને આજની રાત પુરતી તો સાંકળ નંખાવી દઉં. નામવરને હંમેશ ‘અંદર આવો’ એમ જ બોલવાની ટેવ છે; અને મધરાતેય સાંકળ વગરનું આ બારણું ઉઘાડવા માટે કોઈને રજા માગવાની જરૂર પડે તેવું શું છે ?”
બિશપ ખુરશીમાં આવીને બેઠા ત્યાં સુધીમાં આ આખી વાત તેમના કાને પડે તે રીતે લંબાવીને સંભળાવી દેવામાં આવી. અને તે જ ક્ષણે મુખ્ય બારણા ઉપર કોઈએ જોરથી લાકડી વડે ટકોરો માર્યો.
“અંદર આવે,” બિશપે કહ્યું.
એની સાથે જ જાણે કોઈએ જોરથી ધક્કો મારીને ઉઘાડી નાખ્યું હેય તેમ બારણું ઊઘડી ગયું, અને આપણે અગાઉ જોયેલો પેલો મુસાફરી ઓરડામાં દાખલ થયો.
મેઇરમાં તે ચીસ પાડી ઊઠવા જેટલાય હોશ ન રહ્યા. શ્રીમતી ઑપ્ટિસ્ટાઇન પણ ભયથી ચોંકીને અર્ધા ઊભી થઈ ગઈ. બિશપે પિતાની શાંત નજર આગંતુક ઉપર ઠેરવી; પણ તે કશું પૂછે તે પહેલાં તે પેલાએ પિતાના દંડા ઉપર બંને હાથ ટેકવી વારાફરતી બંને પ્રૌઢ સ્ત્રીઓ તથા વૃદ્ધ પુરુષ તરફ નજર કરી લઈને, મોટે અવાજે સંભળાવી દીધું –
“મારું નામ જીન વાલજીન છે. લશ્કરી વહાણ ઉપર કેદી-ગુલામ તરીકે ઓગણીસ વર્ષ સજા ભોગવીને હું ચાર દિવસ ઉપર જ છૂટ્યો છું; અને પટવ જવા નીકળ્યો છું. ટુલ બંદર છોડયા પછી ચાર દિવસ મેં ચાલ ચાલ કર્યું છે, અને આજે બત્રીસ ગાઉ ચાલ્યો છું. સાંજના આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org