________________
પરણે ઓગણીસ વર્ષ સુધી હું લાકડાના પાટિયા ઉપર સૂ છું; હવે આજે પથ્થર મળે છે, વળી.”
તું શું લશ્કરમાં હતો?”
હા.” “તું વીશીમાં કેમ નથી જ ?” “મારી પાસે પૈસા નથી.” “અરેરે, મારી પાસે અત્યારે ચાર ફદિયાં જ છે.” “લાવો, એટલા તો એટલા.”
પેલાએ પૈસા લઈ લીધા. ડોસીએ જણાવ્યું, “એટલા વડે તું કઈ વીશીમાં તે નહિ જ રહી શકે, છતાં પ્રયત્ન કરી જો. આ કડકડતી ઠંડીમાં તું આખી રાત અહીં શી રીતે ગાળી શકશે? તું ભૂખ્યો પણ હશે. કોઈ દયા લાવીને કદાચ તને ઘરમાં લેશે.”
મેં બધાં બારણાં ઠોકી જોયાં છે.” “પછી?” “બધેથી મને હાંકી કાઢવામાં આવ્યો છે.”
પેલી ભલી બાઈએ તેના ખભા ઉપર હાથ મૂકીને બિશપના મહેલ પાસેના નાના મકાન તરફ આંગળી કરીને કહ્યું, “તે બધાં બારણાં ઠોકી જોયાં હશે, પણ પેલું બારણું ઠોકર્યું છે?”
“ના.” “તું તે બારણું જ ઠોક.”
પરોણ આઠ વાગી ગયા હતા. વિના બિશપ શહેરમાં દિવસનું કામકાજ પરવારી, ઘેર આવી ગયા હતા, અને સૂવાના ઓરડાના ટેબલ આગળ બેસી, પોતે આરંભેલો ગ્રંથ કાગળના નાના-મોટા ટુકડાઓ ઉપર લખવાના કંઈક અગવડભર્યા કામે વળગ્યા હતા. તેમના ઢીંચણ ઉપર એક મોટું પુસ્તક ઉઘાડું મૂકેલું હતું. વખત થતાં, મેંગ્લોઈર રોજની રીતે વાળ માટે હાટિયામાંથી તાસક વગેરે લેવા આવી. પોતાની બહેન વાળુ માટે પોતાની રાહ જોતી બેઠી હશે એમ માની, બિશપ થોડી વાર બાદ ચેપડી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org