________________
લે સિઝેરા “બંદૂકની ગોળી!” આમ કહી તેણે તરત જોરથી બારણું બંધ કરી દીધું અને અંદર બે આગળા ચડાવી દીધા.
રાત હવે ઝપાટાબંધ આવી પહોંચી હતી અને કડકડતી ઠંડી બચકાં ભરતી હતી. થોડે દૂર તેણે બીજા બગીચામાં એક નાની ઝૂંપડી જેવું કંઈક જોયું. તેનું બારણું બહુ નીચું હતું. તેણે ધાર્યું કે રસ્તા સમારનારા રસ્તાની બાજુએ નાનાં ઝુંપડાં ઊભાં કરે છે તેમાંનું એક હશે રાતે તેમાં કોઈ હોય નહિ, એટલે ટાઢમાંથી તે બચાશે એમ માની તે હિંમત કરીને સળિયા ઓળંગી બગીચામાં પેઠો અને બેવડે વળી ઝૂંપડામાં ઘૂસ્યો. અંદર ઠીક હૂંફાળું લાગ્યું. ત્યાં પરાળની પથારી જેવું પણ બિછાવેલ હતું. તેના ઉપર તે આડો પડ્યો. તે એટલો બધો થાક્યો હતો કે પોતાનો ઝોયણ ઉતારવા પણ ન
ભ્યો. પણ પછી તેના બંધ તેને ખૂંચવા લાગ્યા એટલે તે જરા ઊંચો થઈ તેને છોડવા લાગ્યો. એટલામાં બારણા પાસે એક ખરા ઘુરઘુરાટ જે અવાજ તેને સંભળાયો. તેણે નજર ઊંચી કરી, તો બહાર એક શિકારી કૂતરાનું રાક્ષસી મોટું જોયું. તેને તરત સમજાઈ ગયું કે, આ તે તે કૂતરા માટેનું ઘોલકું હતું અને હવે તેના જડબામાંથી બચીને બહાર નીકળવું એ એક ભારે વાત હતી. પોતાને દંડે ઊંચો કરીને તથા ઝોયણાને ઢાલ તરીકે વાપરીને તે બહાર તો નીકળ્યો પણ દરમ્યાન તેના કપડાનાં બાકોરાં વધારે પહેલાં થયાં.
તે હવે શહેરમાંથી બહાર નીકળ્યો હતો અને માથું નીચું રાખીને આગળ વધ્યે જતો હતો. થોડી વારમં ચંદ્ર ઊગવાનો થયો ત્યારે ઝાંખા પ્રકાશમાં દૂર સુધી નજર કરતાં તેને એક પણ ઝાડ કે ઝૂંપડું કાંઈ જ ન દેખાયું. એટલે ઠંડીથી કમકમતે તે શહેર તરફ પાછો ફર્યો. દરવાજો બંધ થઈ ગયો હતો, તેથી થોડે દૂર કિલ્લાની ભીંતના એક ગાબડામાંથી તે અંદર પેઠો. શહેરના કોઈ રસ્તાને તે ભેમિયો ન હતો. એટલે જેમ સૂઝયું તેમ તે ચાલવા લાગ્યો. અચાનક મુખ્ય દેવળનું શિખર તેની નજર સામે ઊંચું થતું દેખાયું. તેના સામું જોઈ તેણે મુક્કો ઉગામ્યો, અને પછી તેના દરવાજા પાસેના પથ્થરના બાંકડા ઉપર તે બેસી પડ્યો. થોડા વખત બાદ એક વૃદ્ધા તે દેવળમાંથી નીકળી. તેણે અંધારામાં તેને આમ સૂતેલો જોઈને પૂછયું, ભાઈ, અહીં શું કરે છે?”
પેલાએ જરા કઠોરતાથી ખનસભલે અવાજે જવાબ આપ્યો, “ડેસીમા, જુએ છે ને, કે હું અહીં સૂતો છું.”
“આ પથ્થર ઉપર?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org