________________
હડધૂત મુસાફર ઉપર એક બાળકને લઈને બેઠો હતો. પાસે બીજી ખુરશી ઉપર જુવાન ઉમરની એક સ્ત્રી બીજા બાળકને ધવરાવતી હતી. બાપ હસતો હો, બાળક હસતાં હતાં અને માના માં ઉપર પણ મધુર સ્મિત પથરાઈ રહ્યું હતું. આ દેખાવ એ વાત્સલ્યભર્યો હતો કે આશાભર્યા હૃદયે, મુસાફરે બારણા ઉપર ધીમેથી ટકોરા માર્યા. તે કોઈએ સાંભળ્યા નહિ એટલે તેણે બીજી વાર ટકરા માર્યા. ત્રીજી વારને ટકોરે પાત ઊયો; અને ફાનસ હાથમાં લઈ બારણા પાસે આવ્યો.
“માફ કરજો, સાહેબ,” મુસાફરે કહ્યું. “પણ પૈસા લઈને આપ મને થોડું ખાવાનું આપશો તથા બહારની ઓરડીમાં એક રાત પડી રહેવા
દેશો?”
તમે કોણ છે?”
“હું બંદરેથી આવ્યો છું, અને આખો દિવસ ચાલ્યો છું. અલબત્ત, હું પૈસા આપીશ.”
પણ તમે વીશીમાં કેમ જતા નથી?”
ત્યાં જગા નથી.”
“અરે, એ તે કંઈ વાત છે ? આજે નથી બજારને દિવસ કે નથી મેળાને દિવસ.” | મુસાફરે થોડીક આનાકાની સાથે ઉમેર્યું, “કોણ જાણે શાથી, પણ તેણે ના પાડી.”
તે પછી, શું નામ, – ફલાણી વીશીમાં ગયા હતા?”
મુસાફરની મૂંઝવણ વધતી ચાલી. તેણે તોતડાતે અવાજે કહ્યું, “તેણે પણ ના પાડી.”
ઘરધણીને ચહેરો હવે એકદમ બદલાવા લાગ્યો. તેણે આગંતુકને પગથી માથા સુધી નીરખીને જોયો, અને પછી તરત ફાનસ નીચે મૂકી, ભીંત ઉપરથી બંદૂક હાથમાં લઈ તેના તરફ તાકીને પૂછ્યું, “તું પેલો તે નથી ને?”
તેની સ્ત્રી પણ હવે સફાળી ઊઠી અને બંને બાળકોને હાથમાં લઈ પતિ પછવાડે ભરાઈને ફાટેલી આંખે આગંતુક તરફ જવા લાગી.
આ બધું એટલું ઝપાટાબંધ બની ગયું કે, પેલો મુસાફર ડઘાઈ ગયો, ઘરધણીએ ત્રાડ નાખીને કહ્યું, “ભાગ, ચાલતી પકડ.”
દયા કરીને પાણીને એક પ્યાલો...”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org