________________
૪૨
લે મિઝરાયલ
કોઈ તેની સરસું પણ જતું નથી. સદ્ભાગ્યે કોઈ તેની બૂમ સાંભળે, અને તે સાંભળનાર પિચક હોવાને બદલે કંઈક હિંમતવાળો હોય, તો અમુક જગાએ ખીલે પી, તેને દોરડું બાંધીને કે અને તે દોરડું પેલા મુસાફર સુધી પહોંચે અને તે રેતી ઉપર આડો પડી જાય, તે વળી બચે. પણ એ બધું થવાનો સંભવ જ હેતો નથી. એટલે પેલો મુસાફર જેમ જેમ બૂમો પાડે છે, તેમ તેમ ઊડે કળતો જાય છે. અને છેડી વારમાં, ધોળે દિવસે, દૂર ખેતરે, ઘરનાં છાપાં, દરિયા ઉપર ડીએના સઢ બધું દેખાતું હોય, પંખીએ આકાશમાં ઊડતાં હોય, જીવન ચારે તરફ ઝળહળતું હોય, પણ તે પોતે ઠંડા મૃત્યુના કુર પંજામાં સપડાતો જાય છે. છેવટે જ્યારે તેના ડોકા સુધી રેતી આવી જાય છે, ત્યારે તે જે છેવટનાં ફાંફા મારે છે, જે બૂમો પાડે છે, હતાશાથી જે કરુણ નજર ચોતરફ ફેંકે છે ..
ઘણી વાર તે ઘોડેસવાર ઘોડા સાથે, ગાડાવાળો ગાડા સાથે તેમાં ઊતરી જાય છે. અર્થાત્ ભરદરિયે વહાણ ડૂબે અને જે વલે થાય, તે વલે અહીં જમીન ઉપર થાય છે.
૧૮૩૩માં પેરિસની અગત્યની ગટરનું બાંધકામ ફરી હાથમાં લેવાયું તે પહેલાં, ઘણી જગાએ એ ગટરોનાં તળિયાં અમુક અમુક જગાએ બેસી ગયેલાં હતાં. ફરસબંધીમાંથી પાણી અંદરની રેતાળ જમીનમાં ઊતરવું અને એ ભીની જમીનથી ઉપરની ફરસનો ભાર જાણે ઊંચકી રખાતો ન હોય, તેમ તે ફરસ ઊંડે સુધી બેસી જતી. આ જગાએ પેલી રેતીના કળણ જેવો પછી કાદવના કળણનો ખતરો સરજાતે. એ જગા પછી ન-પાણી કે ન-જમીન જેવી બની રહેતી. જો પાણીનું પ્રમાણ વધુ હોય, તે તમે ઝટ ડૂબી જા; પણ જે માટીનું પ્રમાણ વધુ હોય, તે તમે ધીમા દૂર મોતની સજા પામે – પેલા રેતીના કળણ જેવી જ! પણ આ ગંધાતા અંધારામાં, આજુબાજ ગટરની ભીતિ અને કમાનની નીચે, જીવનના જરા પણ પ્રકાશ વિના ધીમે ધીમે મરવું, એ તે નરકનું મોત જ કહેવાય.
આવાં કળણની ઊંડાઈની જેમ તેમની લંબાઈ પણ જુદી જુદી હોય. જમીન જેટલા ભાગમાં પાણીને માન આપે તેવી હોય, તે પ્રમાણમાં એની લંબાઈ-ઊંડાઈ સરજાય.
જીન વાલજીન આવા કળણમાં આવી પહોંચ્યો હતો. તે કળણ આગલા વરસાદના પાણીથી ઊભું થયું હતું. ફરસ એકદમ બેસી ગઈ હતી અને ઉપર કાદવ ભરાતો ગયો હતો. તે કેટલું લાંબું હતું? કોણ જાણે. કાળરાત્રીની ગુફામાં જ કાદવને આ ધરો ઊભો થયો હતે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org