________________
૪૦૧
ઈશ્વરની કરુણાની ઝાંખી
૪૦૧ “મારું નામ મેરિયસ પિન્ટમસ છે. મારા શબને મારા દાદા માં. જીવેનોર્મન્ડને ત્યાં રૂ૦ કેલર નં. ૬માં પહોંચાડવું.”
જીન વાલજીને એ સરનામું યાદ રાખી લીધું. પછી તેણે એ ડાયરી મેરિયસના ખીસામાં પાછી મૂકીને બટન ભિડાવી દીધાં. થોડું ખાવાનું મળવાથી તેનું જોર પાછું આવવા લાગ્યું હતું. તેણે હવે મેરિયસને ફરીથી ઊંચક્યો અને ઢાળ તરફ ઊતરવા માંડયું.
ઉપર હવે ગાડગાડીને ગડગડાટ સંભળાતો ધીમે ધીમે બંધ થવા લાગે, તથા હવાનાં બાકાંને પ્રકાશ પણ ઝાંખો થઈ ગયો. સૂર્ય હવે ઢળતો જતો હતો, તથા પોતે શહેરની બહારની કોઈ જગા નીચે આવી પહોંચ્યો છે, એમ તેને લાગ્યું.
અચાનક એને ખબર પડી કે તે પાણીમાં ઊતરતો જાય છે. તથા તેના પગ ફરસ ઉપર નહિ પણ કાદવમાં પડતા હતા.
બ્રિટન કે સ્કૉટલૅન્ડના કેટલાક કિનારા ઉપર ભાઠા ઉપર કિનારે ચાલનારા મુસાફર કે માછીમારને અચાનક એવો અનુભવ થવા માંડે છે કે, જાણે તેને ચાલવામાં થોડીક તકલીફ પડતી જાય છે. તેના પગ નીચેની રેતી જાણે ડામરની પેઠે તેના પગને પકડી રાખે છે. ભાઠું તદ્દન કોરું દેખાય છે, પણ તે જે પગલું ઉપાડે છે, તેને ખાડે થોડી વારમાં પાણીથી ભરાઈ જાય છે. જોકે આંખને કશો ફરક માલુમ નથી પડતો; આખો કિનારે એકસરખો સપાટ જ માલૂમ પડે છે. મુસાફર કશી ફિકર વિના આગળ ચાલતે જાય છે. તેને ફિકર શાની હોય? સૂકા ભાઠામાં વળી ફિકર શી?
પણ અચાનક તેના પગના પંજા બે કે ત્રણ ઈંચ કળી જાય છે. તે જરા ગભરાય છે. તેના પંજા દેખાતા બંધ થયા હોય છે, તેમની ઉપર રેતી ફરી વળી હોય છે. તે ગભરાઈને પાછા ફરવા જાય છે; પણ વધુ ઊંડા કળે છે. રેતી હવે તેની ઘૂંટી સુધી આવી ગઈ હોય છે. તે જોરથી પગ કાઢી બાજુએ વળવા જાય છે, પણ તેનો અર્થો પગ ઊંડો ઊતરી જાય છે. તે જમણી બાજુએ વળવા પ્રયત્ન કરે છે, તો તેને પગ ઢીંચણ સુધી ઊંડો ઊતરી જાય છે. હવે તેને ખબર પડે છે કે, તે રેતીના કળણમાં સપડાઈ ગયા છે. તે પોતાની પાસેને જો ફેંકી દે છે, જેથી પોતાનું વજન હલકું થઈ જાય; પણ તે સાથળ સુધી ઊંડો ઊતરી જાય છે.
તે બૂમ પાડે છે, હાથ હલાવે છે, જેથી કોઈનું ધ્યાન તેની તરફ ખેંચાય. પણ કિનારો બહુ દૂર હોય છે. આ ભાગ બહુ જોખમકારક હોવાથી
લે મિ૦- ૨૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org