________________
૯૫ ઈશ્વરની કરુણાની ઝાંખી જીન વાલજી હવે આગળ વધતો જતો હતે - જરા પણ થંભ્યા વિના. પણ હવે આગળ વધવું મુશ્કેલ બનતું જતું હતું. કેટલીક જગાએ કમાનની ઊંચાઈ સાડા પાંચ ફૂટ જેટલી જ હોવાને કારણે, મેરિયસનું માથું ઉપર ન ટિચાય તે માટે જીન વાલજીનને નીચા નમીને ચાલવું પડતું હતું. ઉપરનાં હવાનાં બાકાં પણ હવે લાંબે લાંબે અંતરે આવતાં હતાં અને બપોરનો પ્રકાશ પણ એ અંધારામાં માત્ર ચાંદની જેવો ઝાંખો બની જતો હતો. ઉપરાંત, શહેરની ગલીચ ગંદકીમાં છબછબ કરતા ચાલવાનું હતું, એ જુદું.
જીન વાલજીને ભૂખ્યો તેમજ તરસ્યો હતો. તેનામાં રાક્ષસી બળ હતું તથા સાદી પવિત્ર જિંદગી ગાળતા હોવાથી ઉમર થયા છતાં તે બળ હજુ ઘટયું ન હતું. તેમ છતાં આવા અંધારામાં, જ્યાં માર્ગનું કશું ઠેકાણું નહતું, ત્યાં આટલા ભાર અને ચિંતા સાથે ચાલતાં ચાલતાં તેનું બળ પણ પડી ભાંગવા લાગ્યું હતું.
ત્રણેક વાગ્યાને સુમારે તે મોટી ગટરમાં આવી પહોંચ્યો. એ ગટરની પહોળાઈ જોઈ એકદમ તે તે થેંકયા. અ ગટર આઠ ફૂટ પહોળી અને સાત ફૂટ ઊંચી હતી. ત્યાંથી આગળ હવે કઈ તરફ જવું તે તેને નક્કી કરવાનું આવ્યું. ઢાળ તરફ નીચે ઊતરવું કે ચઢાણ તરક ઉપર જવું?
પણ હવે થાક તથા વખત તરફ જતાં કોઈ પણ ભોગે ગટના આ જાળામાંથી બહાર નીકળી જવું એ જ તેને ડહાપણ ભરેલું લાગ્યું. તેણે સીન નદીએ પહોંચવા હવે ઢાળ તરફ જ ડગ માંડયાં.
એક જગાએ હવાનું બાકું આવ્યું, ત્યાં તે થોભે. તેણે મેરિયસને તેના અજવાળામાં એક બાજુએ ભીંત તરફ સુવાડ્યો. પછી તેના લોહી વડે ખરડાયેલા મો સામું જોઈ, બટન ઉઘાડી, તેની છાતી ઉપર હાથ મૂકી જોયો. હજુ હૃદય ધબકતું હતું. પણ છાતી ઉપર હાથ મૂકવા જતાં કેટલીય જગાએ ચિરાયેલી ચામડીના ભીના ઘામાં તેના હાથ અડકથા. તેણે પોતાનું ખમીસ ફાડી ફાડીને, લોહી વહેતા ઘા બંધાય તેટલા બાંધ્યા. પછી તેના મો સામે તે એક પ્રકારના અવર્ણનીય ધિક્કાર સાથે જોઈ રહ્યો!
મેરિયસનાં કપડાં ખોલવા જતાં, તેના હાથમાં બે વસ્તુઓ આવી હતી : એક પાઉન ટકડે, અને બીજી તેની ડાયરી. પાઉને તે ખાઈ ગયો અને ડાયરી ઉઘાડીને જોયું તો તેણે પહેલે પાને નીચેની લીટી લખેલી જોઈ :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org