________________
આગસ જતાં ઘડાવાળાઓએ ઘોડાઓને પાણી પાવા નદીએ ઉતારવા કરેલો ઢોળાવ આવ્યો. તે ઢળાવ ઉપરથી પાછું રસ્તા ઉપર પહોંચી શકાય. બીજે કયાંયથી પછી ભેખડ ઉપર ચડાય તેવી હતી નહિ.
પણ પેલો ગુંડે તે એ ઢળાવેથી રસ્તા તરફ જવાને બદલે ભાડે ભાઠે આગળ ચાલ્યો! પણ આગળ તે સીન નદીને વળાંક જ આવતે હતો. ત્યાં તે ભાઠું પૂરું થઈ જાય; તે શું એ ગુંડો સીન નદીમાં જ પડવા માગત હતો?
જોકે, એ છેડે ફડાકચરાનો એક ઢગલો જામ્યો હોવાથી ભાઠું ક્યાં પૂરું થઈ જાય છે એ હકીકત નજરે પડે તેમ નહોતી; પણ આ ગુંડે એ વાત ન જાણતા હોય એ કેમ બને?
પેલો ગુંડે કૂડાને ઢગલે નદીના પાણી પાસેથી ઓળંગી તેની પાછળ ચાલ્યો ગયો. હવે ગુડ નજરે પડતું ન હોવાથી પેલો પોલીસ અમલદાર જરા ઉતાવળે તે તરફ આગળ બધવા લાગ્યો. થોડી સેકંડમાં તે પણ પેલા કૂડાનો ઢગલો વટાવીને તેની પાછળ પહોંચ્યો, ત્યારે પેલે ગુંડે ક્યાંક અલોપ થઈ ગયે હતા
એ કૂડાના ઢગલા પછી લગભગ સાઠેક હાથ જેટલું જ ભાઠું હતું. પછી તો ખૂણા આગળની દીવાલને ઘસાઈને નદીનું પાણી જ ઘૂઘવતું જતું હતું. પેલો અફસર છેક તે જગાએ પહોંચી આસપાસ જોવા લાગ્યો. અચાનક ભીંતમાને એક લેખંડના સળિયાને મજબૂત દરવાજો તેની નજરે પડ્યો. તેણે કપાળ કૂટયું. એ એક ગટરનું બારણું હવું અને તેમાંથી કાળા રંગને રેલો નદીમાં આવીને પડતે હતો.
એ દરવાજાને તાળું ન હતું પણ કળ હતી. એ કળ ચાવી વિના ખૂલે તેમ ન હતી. પેલા ગુંડા પાસે તેની ચાવી હોવી જોઈએ. પોલીસ અમલદારે તે દરવાજા પાસે બહાર થોડી વાર બાજુએ ઊભા રહી એ અંધારી ગટરમાં નજર ફેંકી. ગમે ત્યારે પણ એ ગુંડાને બહાર તે નીકળવું જ પડવાનું કારણ, વધારે અંદર જવું એટલે ગટરોના ભૂગર્ભમાં ખોવાઈ જવું! પોલીસ અમલદાર પેલા કૂડાના ઢગલાની આ બાજુ શાંતિથી ચેક કરતે બેઠો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org