________________
લે મિરાહ સારજંટે તરત સીન નદી તરફના ઢાળ બાજુ જવાનો હુકમ કર્યો. જે તેણે પોતાની ટુકડીના બે ભાગ પાડી દીધા હતા અને બંને દિશાએથી પહોંચવાનો નિર્ણય કર્યો હોત, તે જીન વાલજીનનું આવી બન્યું હતું. પરંતુ બળવારે હોય તે ટુકડીઓમાં જ હેય એમ માની, પિોલીસવડાએ પિતાની ટુકડીઓને બહુ છૂટા ન પડી જવાની સલાહ આપી હતી.
થોડી વારમાં ફાનસનું મોં પાછું ફરી ગયું. પણ સારજંટના મનમાં પગલાં સાંભળવાનો અંદેશો હતો, એટલે તેણે પૂરી ચોકસાઈ કરી જોવા એ દિશામાં બંદૂકને બાર કર્યો. ગટરનાં જુદાં જુદાં ભૂંગળાંમાં એ અવાજ પડઘા પડીને ગાજી રહ્યો. જીન વાલજીનના માથા પાસેની કમાન ઉપરથી ફટાક દઈને એક પિોપડો ગબડી પડયો. ગળી તેનાથી બરાબર એક વેંત જ દૂર ચેટી હતી.
જીન વાલજીન, હજુ તે લેકો છુપાઈ રહ્યા હોય તેમ માની, ઘણી વાર સુધી ત્યાં જ સ્થિર ઊભો રહ્યો.
તે જમાનાની પોલીસની પ્રશંસા કરતાં આપણે એક વાત કબૂલ કરી દેવી જોઈએ કે, દંગલનું નિમિત્તા હતું તે કારણે તેમણે બધી પોલીસને તેના રોજના કાયદો અને વ્યવસ્થાના કામમાંથી ખેંચી લીધી ન હતી. નહિ તે સામાન્ય રીતે એક બાજુ દંગલ ચાલે, એટલે પોલિસનું બધું લક્ષ તે તરફ કેન્દ્રિત થઈ જાય અને ગુંડાઓને તે દિવસે જ્યાં ત્યાં પોતાનો હાથ મારવાની છૂટ મળી જાય.
છઠ્ઠી જૂનને દિવસે સીન નદીને કિનારે જમણા કિનારાના ભાઠા તરફ એક પોલીસ અમલદાર એક ગુંડાને પીછો પકડી રહ્યો હતો. બંનેમાંથી કોઈને ઉતાવળ ન હતી. બંને જાણે શેતરંજની રમત રમી રહ્યા હતા. ગુ પોતાની અને અમલદારની વચ્ચેનું અંતર વધારવા પ્રયત્ન કરી રહ્યો હતે.
ભાડું તદ્દન નિર્જન હતું. આસપાસ કશી અવરજવર ન હતો. પોલીસ અમલદાર પેલાને સહેલાઈથી પકડી શકયો હોત. પરંતુ તેના મનમાં એમ હતું કે, પેલો ગુંડે નાસત નાસતે પિતાના અડ્ડા તરફ જાય તો તે અડાની પણ ભાળ મળે અને બીજો વધુ શિકાર હાથ આવે.
એટલામાં કિનારા ઉપરના રસ્તા ઉપર એક ઘોડાગાડી ખાલી જતી જોઈને પોલીસ અમલદારે તરત તેને કંઈક નિશાની કરી. ઘોડાગાડીવાળો પિોલીસ અમલદારની નિશાની સમજી ગયો કે તેણે રસ્તા ઉપર ધીમે ધીમે એ બનેની પાછળ પાછળ જ ગાડી ચલાવવા માંડી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org