________________
૩૭૯ ગટરોના જાળાની કલ્પના આવશે. એ ગટરે સીધી જોડી હોય, તો ત્રીસ માઈલ લાંબી થાય.
આ જાળામાંથી કયે રસ્તે જવું? તેથી ક્યાં નીકળાય? આ ભુલભુલામણીમાં છેવટે અટવાઈને થાકથી તથા ભૂખથી મરણ પામવાનું થશે, કે ક્યાંક સહીસલામત જગાએ કદીય નીકળાશે? - જ્યારે જ્યારે કાંઈક જોડાણ આવતું, ત્યારે ત્યારે તે પોતે આવ્યો તે ગટરની પહોળાઈ. અને પિતે નવી ગટરમાં જે માર્ગે જાય તેની પહોળાઈ તપાસી જો. જે વધુ સાંકડું હોય, તે માર્ગે તે વળતે. કારણ કે સાંકડ માર્ગ નદી તરફ જતા માર્ગ કરતાં ઊલટે માર્ગે જતે હેય.
અર્ધા કલાક થઈ ગયો હતો. હજ તેણે થાક ખાવાનો વિચાર પણ કર્યો ન હતો. માત્ર મેરિયસના હાથ ભીડતો પિતાનો હાથ તેણે બદલ્યો હતે. અચાનક તેની સામે એક તારા જેવો પ્રકાશ ચળકતો દેખાયો ! એ પોલીસની બત્તીને પ્રકાશ હતો, અને તે પ્રકાશની પાછળ આઠથી દશ કાળા ઓળા વરતાતા હતા.
વાત એમ હતી કે. છઠ્ઠી જૂનને દિવસે આ ગટરોની તપાસ કરવાનો પણ હુકમ થયો હતે. બળવાખોરો હારવા માંડતાં એ ગટરોમાં ભરાઈ જશે એવી પોલીસને બીક હતી. એટલે સુધરાઈના માણસોને ભોમિયા તરીકે રાખી, પોલીસવડા સ્કેિટે પૅરિસની ગટરોમાં ત્રણ ટુકડી એ ઉતારી હતી : એક જમણા કિનારે, એક ડાબા કિનારે અને એક શહેરની નીચે.
જીન વાલજીન સામે આવેલી ટુકડી જમણા કિનારાવાળી હતી. પોલીસે એક નળીમાંથી નીકળતી વખતે કોઈનાં પગલાં આવતાં સાંભળ્યાં. સારજંટ પિતાનું ફાનસ આગળ ધર્યું અને પોલીસ એ અવાજની દિશાના અંધારામાં તાકી રહ્યા.
જીન વાલજીન માટે આ કટોકટીની ઘડી આવી પહોંચી હતી. પરંતુ સદ્ભાગ્યે તે ફાનસને જોઈ શકતા હતા, ત્યારે ફાનસ તેને બરાબર જોઈ શકતું નહોતું. તે દૂર હતો અને અંધારામાં ઘેરાયેલે હતો. તે ભીંતની બાજુએ ચપ્પટ ઊભો રહ્યો.
પોલીસના માણસોને કાંઈ દેખાયું નહિ, તથા અવાજ પણ બંધ થઈ ગયો. તેઓ હવે મસલત કરવા લાગ્યા. મસલતને પરિણામે એવું નક્કી થયું કે, તેની ભૂલ થતી હતી ત્યાં કોઈ હતું નહિ; અને સેંટ મેરી તરફ મરચો મંડાયો હતો એટલે તે તરફ જ તપાસ કરવા જવામાં ડહાપણ હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org