________________
૩૯૬
હૈ મિઝરાબ્વ
ગયા હોય તેમ તેને લાગ્યું. પેાતાના પગ નીચે નક્કર જમીન છે, એ સિવાય તેને બીજી કશી સમજ પડી નહિ. તેણે હાથ લાંબા કરીને જોયું તે બે બાજુની ભીંત વચ્ચેનો માર્ગ સાંકડા હતા. તેણે થેાડું આગળ ચાલીને જોયું, તે તેને પગ લપસ્યો; અર્થાત્ જગા ભીની હતી. થોડી વાર બાદ તેને અંધાપો દૂર થયો. તે જે જાળીમાંથી નીચે ઊતર્યા હતા, ત્યાંથી થોડું અજવાળું નીચે સુધી પહોંચતું હતું; અને તેની આંખા એટલા પ્રકાશને ટેવાતી થઈ ગઈ. એ રસ્તો એક બાજુથી બંધ હતા, અર્થાત્ એ ગટર ત્યાંથી શરૂ થતી હતી; એ પેટાગટર હતી. ત્યાંથી હવે આગળ ચાલવું જોઈએ. કારણ કે, જે જાળી તેની નજરે પડી, તે લશ્કરના માણસાની નજરે પણ પડે જ. અને તેઓ એક વાર મેારા સાફ કર્યા પછી આજુબાજુનાં સંતાવાનાં સ્થાનાની સફાઈ પણ
કરવાના જ.
તેણે ઝટ મેરિયસને ફરી ઉપાડયો, ખભે લીધા અને અંધારાના અજ્ઞાત ભાવીમાં ડગલાં ભર્યાં.
પચાસેક ડગલાં ચાલ્યા પછી તેને થોભવું પડયું. આ ગટર હવે એક માટી ગટરને જોડાતી હતી. એ મેટી ગટરમાં તેણે કઈ તરફ જવું ? આ જગાએ એક જ સ્થિર ભામિયા હોય : ઢાળ. ઢાળ તરફ ચાલવું એટલે કયાંક નદી આગળ બહાર નીકળવું !
જીલ વાલજીને ગણતરી કરી જોઈ : અત્યારે તે બજાર આગળના ભાગ નીચે હતા; હવે તે ઢાળે ઢાળે ચાલવા માંડે, તો પાએક કલાકમાં સીન નદી આગળ નીકળે. પણ તે ભાગ તા શહેરની વસ્તીવાળા ભાગ. કારણ કે, સીન નદી પૅરિસ શહેરની વચ્ચે થઈને જ વહે છે. હવે વસ્તીવાળા ભાગમાં નીકળવું, એટલે ધેાળા દિવસે લેાહીંલુહાણ મડદા સાથે પકડાવું !
તેથી તેણે ચડાણવાળી દિશાએ જ ચાલવા માંડયું. મેરિયસના હાથ તેણે પોતાના ગળાની આસપાસ એક હાથે ભીડી રાખ્યા હતા, અને તેના પગ · પોતાની પીઠ પાછળ લટકતા રાખ્યા હતા. પેાતાના બીજો હાથ તે આગળની ભીંત ફંફોસવામાં વાપરતા. મેરિયસના ગાલ તેના ગાલને અડયો હતો અને તેનું ઊનું લાહી તેનાં કપડાં ઉપર નીતરતું હતું. આગલા દિવસના વરસાદનું પાણી હજુ ગટરમાં ખાળખળ વહી રહ્યું હતું.
વચ્ચે વચ્ચે હવા માટે રાખેલાં બાાં આવતાં, ત્યારે તેને પ્રકાશના ઓળામાં ભીંત દેખાતી. પૅરિસની ગટરો શેરી નીચે જ નંખાઈ છે; અને પૅરિસમાં તે વખતે ૨૨૦૦ શેરીઓ હતી. હવે શેરી
તમને એ
નીચેની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org