________________
૩૫
કેદી જાળી તેની નજરે પડી. એ જાળી રસ્તાના જ એક ભાગ હતી : એ એક ગટરનું ઢાંકણું હતું !
જીન વાલજીન તે તરફ કૂો. ઉપરના પથરા તેણે સાફ કરી નાખ્યા અને જાળી ઉપાડીને અંદર નજર કરી, તો તે જગા બહુ ઊંડી ન હતી. બેએક માથેાડાં નીચે ગટરના તળિયા જેવું નજરે પડતું હતું. તરત જ જીન વાલજીને મેરિયસને ખભા ઉપર ગેાઠવી લીધા, અને પછી પાતે તે બાકોરાની દીવાલ ઉપર કૂણી અને ઢીંચણ વડે બંનેને ભાર ટેકવતા અંદર ઊતર્યા. અંદર ઊતરી, વચ્ચે અધ્ધર તાળાઈ રહી, તેણે એક હાથે ઉપરની જાળી પાછી બરાબર બંધ કરી દીધી; અને પછી તે સડસડાટ નીચે ઊતરી ગયો. નીચે માણસ ઊભા ચાલી શકે તેવી કમાન-બંધીવાળી માટી ગટર દૂર દૂર જતી હતી.
અંદર ઊતર્યા પછી ઉપના અવાજો બહુ આછા ગણગણાટ જેવા જ સંભળાતા હતા.
*
પૅરિસ શહેર રાત અને દિવસ વરસે પચાસ લાખ ફ઼ાંક દરિયામાં વહાવી દે છે: તેનાં આંતરડાં જેવી આ ભૂગર્ભની ગટરો દ્વારા. વિજ્ઞાન લાંબા અખતરાઓ પછી કહે છે કે, માણસના મળ એ કીમતીમાં કીમતી અને સૌથી વધુ અસરકારક ખાતર છે. ચીનાએ એ વાત પરાપૂર્વથી જાણે છે; અને તેથી ચીની ખેડૂતો શહેર તરફ જાય ત્યારે વાંસની કાવડે બે બાજુ બે બાલદી ભરેલા મણસના મળ લઈ આવે છે. શહેરોનું સેનું તે મળ બરાબર છે; પણ શહેરોને મળ સાના બરાબર છે!
આંકડાશાસ્ત્રીઓની ગણતરી છે કે, ફ઼ાંસ દેશ એકલા જ પોતાની નદીએ! મારફતે દર વરસે દશ કરોડ ફ઼ાંકને મળ આટલાંટિકમાં રેડી દે છે. એટલામાંથી તે રાજકારભારનું કેટલુંય ખર્ચ નીકળે! માણસાનું ખરું સત્ત્વ આમ ગટરો નદીમાં એકી કાઢે છે. પરિણામે જમીન દરિદ્ર બને છે અને પાણી રોગિષ્ઠ પરિણામે ખેતરના ચાસમાંથી ભૂખ નીપજે છે, અને નદીમાંથી મહામારી.
શહેરોની ગટરો ધાવાઈને બધા મળ બહાર નીકળે છે. · શરીરને થયેલા મરડાની જેમ. ખરી રીતે ગટર વડે મળને દૂર લઈ જઈ તેના બીજો ઉપયાગ કરવાની સગવડ કરવી જોઈએ. તા એ વડે શહેરની મળશુદ્ધિ થાય, તેટલી જ જમીનની કસવૃદ્ધિ પણ થાય.
જીન વાલજીન પૅરિસની ગટરની એક શાખામાં ઊતર્યાં હતા. એકદમ તા તેની આંખાએ અંધારાં આવી ગયાં. તેના કાન પણ અચાનક બહેરા થઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org