________________
૯૪ કેદી
મરિયસ વસ્તુતાએ કેદી બન્યા હતા : પણ જીન વાલજીનો!
જીન વાલજીને મોરચાના યુદ્ધમાં પોતાની જાતને જોખમમાં નાખવા સિવાય બીજો સીધે ભાગ લીધો ન હતો. તેના સિવાય એ આખા ઘમસાણમાં ઘવાયેલાઓની સંભાળ લેનાર કોઈ ન હતું. તે સર્વત્ર પરમાત્માની કરુણાની જેમ દોડી જતો અને ઘાયલ થયેલાઓને ઉપાડી લઈ વીશીના નીચલા માળમાં મુકી આવતે. બનતી પાટાપિંડી પણ કરતે. તે મોઢેથી એક શબ્દ પણ બોલતો ન હતે; માત્ર સીને મદદ કરતે. અહીં આવવામાં તેને ઇરાદે જો આત્મહત્યાનું હોય, તો તે સફળ થયો ન હતો : ગોળીએ તેની આસપાસ થઈને જ ચાલી જતી હતી.
જન વાલજીન એ ઘમસાણના ગોટામાં મેરિયસને જોતે પણ ન હોય એમ દેખાતું હતું, પરંતુ વસ્તુતાએ તેની નજર તેના ઉપર જ ચુંટી રહેલી હતી. અને જે મેરિયસ ખભા આગળ ઘવાઈને ગબડ્યો કે તરત જ જીન વાલજીને વાઘની ચપળતાથી તેના ઉપર છલાંગ મારી; અને પછી શિકારની પેઠે તેને ઉપાડીને તે ચાલતો થયો.
મેરિયસને ઉપાડીને ઘર પાછળ ચાલે જ કોઈએ તેને જો નહિ. ઘરને ખૂણા શેરીમાં એક ભૂશિર જેવો હતો. થોડાક ચોરસફૂટ જગા એની પાછળ ગળીઓના વરસાદથી તથા સૌની નજરથી પણ મુક્ત રહેતી હતી.
જન વાલજીને ત્યાં આવી મેરિયસને જમીન ઉપર સુવાક્યો. પછી પોતે ભીંત તરફ પીઠ કરીને ચારે તરફ નજર કરવા લાગ્યો.
પરિસ્થિતિ ખતરનાક હતી. બે કે ત્રણ મિનિટ કદાચ ભીંત પાછળ આ ખૂણો સહીસલામત રહે; પણ પછી એ કતલમાંથી શી રીતે બચી શકાવાનું હતું? નાના મરચાની ટોચ ઉપરથી દૂર ઊભેલા સૈનિકોની બેનેટની અણીએ ઝગારા મારતી હતી; અર્થાત પાછલે રસ્તે પણ ઘેરી લેવામાં આવ્યો હતો!
માત્ર એક પંખી જ આ જગ્યાએથી અધ્ધર ઊંચે ઊડી જઈને નીકળી શકે. જીન વાલજીનની ગરૂડ જેવી આંખે ચારે તરફ ઊંચે – નીચે ફરી વળવા લાગી. ક્યાંય કશી નાઠાબારી જેવું દેખાતું ન હતું. અચાનક એ ખૂણામાં કરસબંધીના ઉખાડેલા પથ્થરોના ભંગારમાં અધધધ દેખાતી લોખંડની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org