________________
મરચાને અંત
૩૯૩ હણનારા અને હણાનારા બને રાક્ષસનું પરાક્રમ દાખવી રહ્યા હતા. છેવટે મડદાંના બનેલા દાદરા ઉપર થઈને સૈનિકો ઉપર ચડયા. ઉપર આખા ઓરડામાં પગ ઉપર ઊભેલે એક જ માણસ હતો, અને તે એન્જોલરસ! હવે હથિયાર તરીકે કામમાં આવે એવું તેના હાથમાં કશું રહ્યું ન હતું. એટલે માત્ર બિલિયર્ડ રમવાનું ટેબલ પિતાની અને હુમલાખોરોની વચ્ચે આડું રાખી, તે ભીંત તરફ પીઠ કરીને ઊભે રહ્યો હતો. તેના મોં ઉપર ઝનૂન અને બલિદાનની આભા ઝગારા મારતી હતી; કદાચ મૃત્યુ-દેવતાની ફરસી પણ.
સૈનિકોના મોંમાંથી એકસામટો પિકાર ઊઠયો : “એ જ બધાનો નાયક છે; એને ત્યાં ને ત્યાં ભીંત સાથે જ ગોળીએ દો!”
હા. ચાલો, તમારી ગોળીઓ છોડે.” એમ કહીને જાણે પોતાના લશ્કરને હુકમ કરતો હોય તેમ, એજોલરસ પોતાના હાથમાં રહેલું બંદૂકનું હૂંઠું નીચે ફેંકી દઈ, અદબ વાળીને ઊભે રહ્યો.”
એકદમ આખા ઓરડામાં ચુપકીદી છવાઈ રહી. જાણે એન્જોલરસની એ ભવ્યતાનો ભાર સૌને દબાવતો હોય. તેનું જુવાન છોકરવાદ માં અત્યારે દેવ જેવું પ્રતાપી બની રહ્યું હતું.
બાર સૈનિકો એક સાથે લાઈનબંધ કે તેના તરફ તાકીને ખડા થઈ ગયા. સાર્જન્ટે હુકમ કર્યો, “નિશાન લો!”
બીજો એક અમલદાર વચ્ચે બોલી ઊઠયો : “અલ્યા, તારી આંખે તારે બંધાવવી છે?”
એન્જોલરસે ટૂંક જવાબ આપ્યો, “ના.”
એ જ વખતે દારૂના ઘેનમાં ટે થઈને પડેલો ગ્રેન્ટર જાગ્યો. તેના ઘેનભર્યા મગજને પણ આખી પરિસ્થિતિ સમજી લેતાં વાર ન લાગી. એક છલંગ મારીને તે એન્જોલરસ તરફ ધસ્યો. સિપાઈઓને તેણે કહ્યું, “તમારા એક બારથી બે જણને ખતમ કરો!” અને પછી એન્જોલરસને તેણે પૂછ્યું : તારી પરવાનગી છે ને?”
એનું હાસ્ય પૂરું થાય તે પહેલાં તે આઠ ગોળીઓથી એલરસ ભીંત સાથે પરોવાઈ ગયો. તેનું માથું ખભા પર ઢળી પડયું. ગ્રેન્ટર વીંધાઈને બરાબર તેના પગ ઉપર ગબડી પડ્યો હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org