________________
શેર
પાછા પડયા, અને નાસવા લાગ્યા.
એન્જેલરસ અને મેરિયસ પોતાની સાથેના પાંચ કે સાત જણ સાથે હવે અંદર ફૂદી પડ્યા અને વચ્ચે દીવાલની પેઠે ઊભા રહી, સૌ બળવાખારોને પેાતાની પાછળથી વીશીના બારણામાં પેસવાનું જણાવવા લાગ્યા. એન્જોલરસ એકલા જ પોતાની બંદૂકને સેટી પેઠે વાપરતા અને આગળ તકાયેલાં બેયોનેટાને જમીન તરફ ધકેલતા ઊભા રહ્યો. તેના ઝનૂન અને પ્રતાપી દેખાવ આગળ સૈનિકો જરીક વાર નવાઈ પામી થોભી ગયા. એ તકને લાભ લઈ એન્જોલરસ પણ બારણામાં અંદર પેસી ગયા અને અંદરથી બળવાખાર્ચએ બારણું બંધ કરી દીધું, સૈનિકોએ બારણું ધકેલવા જાનસટોસટ પ્રયત્ન કર્યો, પણ અંદર આગળો દેવાઈ ગયો હતો.
મેરિયસ બહાર રહી ગયો હતો. બંદૂકની એક ગોળીથી તેની ખભાની હાંસડી તૂટી ગઈ હતી, અને તેને તમ્મર આવતાં જ તે નીચે ગબડી પડયો. તે વખતે તેને એવો આભાસ થયો કે જાણે એક મજબૂત હાથે તેને પકડી લીધા છે. મેરિયસને છેવટના એટલા જ વિચાર આવ્યો કે, હું કેદ પકડાયા છું અને મને ગોળીએ દેશે. પછી તે તદ્દન બેહોશ થઈ ગયો. કો
હવે વીશીના મકાન ઉપરના ઘેરો શરૂ થયા. એન્જોલરસે સૌને કહ્યું, આપણે આપણી જાતને બહુ મેઘે ભાવે વેચવાની છે, એટલું જાણી રાખી, સૌ પાતપેાતાની રીતે મરે ! ’
#6
હૈ મિઝરાયલ
નીચે સૈનિકો બારણું તેાડવા જોર કરવા લાગ્યા. હવે ઉપરની બારીએથી પેલા ફરસબંધીના પથરાના મારો શરૂ થયો. ઉપરના માળથી ગબડાવાતા એ દરેક પથરો બમણા તમણા વજનનું કામ કરતા. પણ એ પથરા બૂટથા પછી તો અંત આવવાના જ હતા. એટલે બારણું તૂટતાં જ સૈનિકો એકબીજાના ધક્કાથી ધકેલાતા અંદર પેઠા, અંદર ઘાયલ થઈને મરેલા જ થોડાક પડયા હતા. બાકીના બધા ઉપરને માળે ચડી ગયા હતા, અનેદ દરો કુહાડીથી તોડીને ગબડાવી પાડવામાં આવ્યા હતા.
એ દાદરાના માં આગળ તૂટેલા દાદરાના ટેકા કરી, એકએકના ખભા ઉપર ચડી સૈનિકો ઉપર આવવા લાગ્યા. તે વખતે અચાનક ઉપરથી ગાળીઓના વરસાદ શરૂ થયા. અને ગાળીઓ ખૂટી, એટલે દરેક જણે બબ્બે બાટલીઓ હાથમાં લીધી અને ઓછામાં ઓછાં બબ્બે માથાં તે ફોડી નાખ્યાં જ. દાદરાનું માં ફૂટેલાં લોહી નીંગળતાં માથાંથી ભરાઈ ગયું. હોકારા-બકારા. ધમાધમ, અને બંદૂકની ધૂણી ! શબ્દો આ ઘમસાણનું વર્ણન કરતાં પેતે જ રૂંધાઈ જાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org