________________
મરચાને અને હાથમાં લઈને. તેને કશી ઓથ નહોતી; અને તે કશું નિશાન પણ તાકતો ન હતે. સ્વપ્નાવસ્થામાં કે ઘેલછામાં રહીને લડનારના જે ભીષણ લડવૈયો બીજો કોઈ ન હોય. સ્વપ્નમાંના માણસને ઘા પણ શી રીતે થાય?
બળવાખોરોની કારતૂસ ખૂટવા આવી હતી. હુમલાખોરે પાસે સંખ્યા હતી, બળવાખોરો પાસે ઊંચાઈ! તેઓ બંદૂકની નળી સીધી અડાડીને જ ખપીઓના ભૂકા ઉડાવતા હતા. મોરો એવી રીતે બંધાયો હતો કે મૂઠીભર લોકો આખી પલટણને ખાળી શકે.
પણ લશ્કરના માણસે હવે એક એક ડગલું આગળ ને આગળ આવતા જતા હતા અને સતત હુમલા ઉપર હુમલા લાવી રહ્યા હતા.
બળવાખોરે થાકી ગયા હતા, ચીંથરેહાલ થઈ ગયા હતા, વીસ કલાકથી ભૂખ્યા હતા, ઊંધ્યા ન હતા, સારી પેઠે ઘાયલ થયા હતા, અને ગોળીઓ ભરેલાં તેમનાં ખીસાંનું તળિયું જ તેમને હાથ આવવા લાગ્યું હતું. પણ તેમ તેમ તેઓ મરણિયા પણ થતા ચાલ્યા. તેઓ શાના વડે લડે છે તેનું જ તેમને ભાન રહ્યું હતુંમોરચા ઉપર દશ વાર હુમલો થયો અને દશ વાર તે પાછો હઠાવવામાં આવ્યો.
આ ભવ્ય કતલનું વર્ણન અમારી કલમથી કરવાની અમે ના પાડીએ છીએ. ઇલિયડ જેવી મહાકથાઓ – મહાભારતને જ એક એક લડાઈ પાછળ બાર બાર હજાર લીટી શકવાને હક હોઈ શકે.
ઈગલ માર્યો ગયો, શ્યલી માર્યો ગયો, કોર્ફોરાક માર્યો ગ, જૉલી માર્યો ગયો. કોમ્બીફેર ત્રણ ત્રણ બેનેટથી એક સાથે વીંધાઈને એક ઘાયલ થયેલા સૈનિકને ઉપાડવા જતાં મોં ઊંચું કરવા પણ પામે નહિ.
મેરિયસ હજુ લડવા કરતે હતો. તેનું આખું માથું જુદી જુદી જાતના ઘાથી ભરાઈ ગયું હતું કે જાણે તેણે લોહીને લાલ રૂમાલ જ મેં ઉપર વીંટયો હતો!
એલરસને એક પણ ઘા વાગ્યો નહોતો. તેના હાથમાંનું હથિયાર નાશ પામે છે તે તરત આસપાસ હાથ લાંબાવે. પાસે ઊભેલ બળવાખોર તરત તેના હાથમાં પોતાનું જે હથિયાર હે તે મૂકી દે. ચાર તરવા ગયા પછી હવે તેના હાથમાં છેલ્લી તરવારનું ઠુંઠું જ બાકી રહ્યું હતું.
બે છેડે બે આગેવાને જ જીવતા રહ્યા હતા. મોરચાને મધ્ય ભાગ સંભાળનાર ફયુલી, કેફેંક, કોમ્બીફેર વગેરે માર્યા ગયા હતા. એટલે લશ્કરે હવે એ મધ્યભાગ ઉપર જ હુમલો આરંભ્યો, અને તે સફળ થયો. ત્યાં ઊભેલા મૂઠીભર બળવાખોરે, સામે ધસી આવેલા બેનેટોના પૂર સામે, એકદમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org