________________
ઈશ્વરની કરુણાની ઝાંખી
૪૦૩ તે આગળ પગલાં ભરતે ગણે, તેમ તેમ ઢાળ વધતો ગયો અને કાદવ પણ! જીન વાલજીને ચોંકી ઊઠયો. પણ હવે પાછા ફરીને પણ કયાં જવાનું હતું? કંઈક રસ્તો નીકળે તે આગળ વધવાથી. પાછળ તો તે એવું અંધારું જાળું મૂકીને આવ્યો હતો કે તેમાં પાછા જવાની તે કલપના પણ કરી શકો નહે.
અચાનક કાદવ ઢીંચણ સુધી આવી ગયો. અને પાણી છે તેથી પણ ઉપર. મેરિયસને બે હાથ ઉપર સુવાડી, પાણી ઉપર રખાય તેટલો રાખીને તે આગળ વધવા લાગ્યો. પાણી હવે કમર સુધી આવ્યું. તે વધુ ને વધુ કળતો જતો હતો. હવે પાછા ફરવાનું પણ શકય ન રહ્યું. આ કળણ એક માણસનું વજન કદાચ ઝીલી શકે, પણ બે માણસના વજન નીચે તે તે સકત જતું હતું. એ બંને જુદા જુદા ચાલે, તો કદાચ બચી શકે ! પણ જીન વાલજીન તે મરણની નજીક પહોંચતા કે પહોંચેલા મેરિયસને જ ટેકો આપતે આગળ વધતો હતે. કદાચ તે શબને જ ઉપાડી રહ્યો હતે.
પાણી હવે બગલ સુધી આવી ગયું. તેને લાગ્યું કે હવે તે તે ડૂબતે જ જતો હતો; હવે તે એક પગલું પણ મહામુશ્કેલી એ આગળ ખસી શકતો હતે. કાદવ કઠણ હતો તેટલાથી તે અંદર ઊતરી પડવાને બદલે થોડો અધ્ધર રહી શકતે હ; પણ ત્યારે આગળ વધવાને માટે એ કઠણ કાદવ મોટું વિદન પણ બનતે જતો હતો.
હવે તેનું માથું જ પાણી બહાર રહ્યું હતું. તેણે બે હાથ ઊંચા કરી મેરિયસને અધ્ધર તોળી રાખ્યો હતે. જળપ્રલયનાં ચિત્રોમાં માતા પિતાના બાળકને આ રીતે અધર ઊંચકીને ચાલતી હોય છે.
હજુ તે નીચે કળતે જતો હતો. હવે તે મોઢામાં પાણી પેસતું રોકવા તેણે પિતાનું મોં પીઠ તરફ નમાવીને ઊંચું કર્યું. તેને મેરિયસનું લબડી પડેલું માથું અને કાળો પડી ગયેલો ચહેરો નજરે પડ્યાં. તેણે એક આખરી રાક્ષસી પ્રયત્ન કર્યો અને પિતાને પગ આગળ ધકેલ્યો. આ પગ જો હવે વધુ નીચે ઊતરે, તે તેનું નાક કાદવમાં જ પેસી જવાનું હતું ! હવે છેવટની ઘડી જ આવી રહી હતી.
પણ, પણ, આભાર પ્રભુને ! તેને પગ સહેજ નક્કર તથા ઊંચી જગા ઉપર જ પડયો. તેના આધારે તેણે આખા શરીરને આમળીને આગળ ખેંચી લીધું. હવે ભોંયતળનો ઊંચાણ તરફનો ઢાળ આવતો હતો. એ આખે ભાગ જાણે ઊંધી કમાનના રૂપમાં જમીનમાં બેસી ગયો હતો. જીન વાલજીન હવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org