________________
ડી. પરગણાના બિશપ ઈ. સ. ૧૮૦૬માં ૬૬ વર્ષની આધેડ વયના મ. ચાર્લ્સ મિરેલ જ્યારે છે. પરગણાના બિશપ (ધર્માચાર્ય)ને પદે નિમાઈને આવ્યા, ત્યારે તે નાના શહેરના તથા પરગણાના નાના લોકોમાં, નવા આવનાર વિશે હરહમેશ બને છે તેમ, સાચીખોટી વાયકાએ, અને ગામગપાટાને ખાસ બવંડર મચી રહ્યો.
પરંતુ શરૂઆતની એ બધી ખણખેદે અને સાચીખોટી ચર્ચાઓ ઈ. સ. ૧૮૧૫માં (એટલે કે મ. મિરેવના ત્યાંના નવ વર્ષના વસવાટ બાદ) ભુલાવા લાગી હતી. કોઈમાં તે વાત કહેવાની કે યાદ કરવાની પણ હિંમત હવે રહી ન હતી.
મેં. મિરલ ડી પરગણામાં આવ્યા, ત્યારે તેમની સાથે તેમનાં વૃદ્ધ બહેન શ્રીમતી ઑપ્ટિસ્ટાઇન પણ હતાં. તે તેમનાથી દસ વર્ષ નાનાં હતાં. નોકરચાકરમાં મોં. મિરેલના ઘરમાં શ્રીમતી ઑપ્ટિસ્ટાઇનની જ ઉંમરની એક દાસી હતી; તેનું નામ મેંગ્લોઇર હતું.
શ્રીમતી ઑપ્ટિસ્ટાઇન ઊંચી, પાતળી, ફીકી, પરંતુ મધુર, શાંત બાઈ હતી. તે કદી સુંદર ન હતી, પરંતુ સત્કૃત્યોની પરંપરાના જ બનેલા તેના જીવનને લીધે તેના ઉપર એક પ્રકારની ઉજજવળ પારદર્શકતા પથરાઈ ગઈ હતી. તેનામાં શરીર કરતાં આત્મા જ વધુ પ્રમાણમાં હ; તે નરી છાયાની જ બનેલી હતી; તેની મોટી બે આંખે હંમેશાં ઢળેલી જ રહેતી. – જાણે આત્માને પૃથ્વી ઉપર રહેવા માટેનું એક બહાનું !
મેંગ્લોઈર દાસી ઠીંગણી, જાડી, ગૌર વર્ણની વૃદ્ધ બાઈ હતી. કામની ધમાલમાં તે હંમેશાં હાંફતી જ રહેતી. શરૂઆતમાં તે દોડાદોડ કર્યા કરવાના તેના સ્વભાવને લીધે તે હાંફતી રહેતી, પરંતુ પછી તે ખરેખર દમને રોગ ઊપડવાને કારણે જ તેની ધમણ ચાલુ રહેતી.
મેં. મિરેલ તેમના હોદા ઉપર નિમાઈને પ૦માં આવ્યા, ત્યારે ધર્માચાર્ય માટેના આલશાન મહેલમાં તેમને ઉતારો આપવામાં આવ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org