________________
લે નિરાલ્ડ શાહી કાયદા-કાનૂનથી નિયત થયેલા વિધિ-ક્રમ અનુસાર તેમનું સ્વાગત કરવામાં આવ્યું. કારણ કે ધર્માચાર્ય બિશપને હોદ્દો ફિલ્ડ માર્શલ સેનાપતિ પછીને જ ગણાય છે. શહેરના મેયરે તથા પ્રમુખે તેમની પ્રથમ મુલાકાત લીધી; અને મ. મિરેલે પણ સેનાપતિ તથા સુબાની મુલાકાત લીધી.
૧૦ના ધર્માચાર્યને મહેલ ઇસ્પિતાલને અડીને આવેલો હતો. તે એક વિશાળ તથા ભવ્ય ઇમારત હતી. ઈ. સ. ૧૭૧૨ ની સાલમાં ધર્મશાસ્ત્રોના એક પ્રસિદ્ધ વિદ્વાન જ્યારે ડી૦ પરગણાના ધર્માચાર્ય નિમાયા હતા, ત્યારે તેમણે નર્યા પથ્થરનો આ મહેલ બનાવરાવ્યો હતો. કોઈ અમીર-ઉમરાવને છાજે તેવી તે ભવ્ય ઈમારત હતી. તે મકાનની દરેક વસ્તુ રાજશાહી હતી. મોટી મોટી કમાનવાળા દીવાનખાનાના એરડા, સુશોભિત તથા સુસજિજત સૂવાની ઓરડીઓ, ધર્માચાર્યને દરબાર ભરવાને તથા કચેરીને ભવ્ય એરડે, એને આખા મકાનની ચોમેર ફરતે સુંદર વૃક્ષોની ઘટાવાળો ભવ્ય બગીચો,
– એ બધું જ બાદશાહી હતું. પાસેનું ઇસ્પિતાલનું મકાન સાંકડું અને નીચું હતું. તેને ઉપર એક જ માળ હતો, અને આસપાસ નાનો સરખો બગીચો હતો. માં. મિરેલે પિતાના આગમન બાદ ત્રીજે દિવસે ઇસ્પિતાલની મુલાકાત લીધી. મુલાકાત પૂરી થતાં મ. મિરેલે ઇસ્પિતાલના વ્યવસ્થાપકને પિતાના સાથે પોતાને ત્યાં આવવા વિનંતી કરી.
મહેરબાન સાહેબ, આપની ઇસ્પિતાલમાં અત્યારે કેટલા દરદીઓ હશે વારુ?”
“છવીસ જણ, નામવર.” “મેં પણ તેટલા જ ગયા હતા.”
“દરદીઓની પથારીઓ સંકડાશને કારણે જ અડોઅડ ગોઠવવી પડે છે, નામવર !”
મારા લક્ષમાં પણ એ જ વસ્તુ આવી હતી.”
ઇસ્પિતાલના ઓરડાઓ વસ્તુતાએ નાની કોટડીઓ જ છે, નામવર! અને તેમાં પૂરતી તાજી હવા આવી શકતી નથી.”
મને પણ એમ જ લાગ્યું હતું.”
“ઉપરાંત, જયારે સૂર્યને પ્રકાશ નીકળે છે, ત્યારે સાજા થતા દર્દીઓને સુર્યને તડકે બેસવા માટે બગીચો બહુ નાનો છે.”
હમણાં એ જ મારા મનમાં આવ્યું હતું.”
“વળી, રોગચાળા ચાલે છે ત્યારે, એટલે જેમ કે આ વર્ષે ટાઈફૉઈડના વાવર વખતે અને ગયાં બે વર્ષ દરમ્યાન લશ્કરી તાવના વાવર વખતે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org