________________
ઘેરા ઓછાયા : ભવ્ય પ્રભાત
૪૫૭
ઇચ્છા એ આપોઆપ કૉસેટની ઈચ્છા બની રહેતી. તેના જીવનના સર્વ રસ કે કૃતાર્થતા મેરિયસની ઇચ્છામાત્રને અનુકૂળ થવામાં, તેના વ્યક્તિત્વમાં પેાતાનું સર્વ વ્યક્તિત્વ લુપ્ત કરવામાં સમાઈ જતાં. કૉસેટને પણ હવે દેખાતું જતું હતું કે, કોઈ પણ કારણે મેરિયસ તેના પિતા વિષે કશી સીધી વાતચીતમાં ઊતરવા રાજી નથી : બલકે તેમની વાત તે ટાળવા જ ઇચ્છે છે. એટલે આપોઆપ તેણે પણ મેરિયસને પેાતાના પિતા અંગે કશી વાત કરવાનું ટાળી દીધું.
પરંતુ તેથી કૉસેટ જીન વાલજીનને ભૂલી ગઈ, એમ પણ ન કહી શકાય. તેણે ઉપર ઉપરથી જ તેને વિચાર દૂર કર્યો હતો, એટલું જ. તેને ભુલકણાપણાના દેષ દેવાને બદલે અ-વિચારીપણાના દેષ દેવા ઘટે. અંતરથી તો જેને પેાતાના પિતા કહ્યા હતા, તેમને તે ચાહતી જ હતી; પરંતુ પોતાના પતિને તે વિશેષ ચાહતી હતી.
કોઈ કોઈ વાર કૉસેટ મેરિયસ આગળ જીન વાલજીનની ચાલુ ગેરહાજરી બાબત આશ્ચર્ય વ્યક્ત કરતી, ત્યારે મેરિયસ તેને તરત એમ કહીને શાંત પાડતા કે, “ તે કદાચ હજુ બહારગામ જ હશે; તેમણે મુસાફરીએ જવાનું નહાવું કહેવરાવ્યું ?”
66
હા, ખરી વાત. તેમને અવારનવાર એમ બહારગામ ચાલ્યા જવાની ટેવ પહેલેથી જ હતી. પરંતુ તે આટલા બધા દિવસ બહારગામ નહોતા રહેતા ! ” કૉસેટ બાલતી.
""
બે કે ત્રણ વખત તેણે દાસી નિકોલેટને જીન વાલજીનની ખબર કાઢવા મેાકલી પણ હતી. પણ જીન વાલજીને એવી પેરવી કરી હતી કે જેથી કૉસેટને એવા સંદેશા પહોંચે, કે હજી તે મુસાફરીએથી પાછા આવ્યા જ નથી.
મેરિયસ પણ કૉસેટને પોતાના પિતાની કબરે લઈ ગયા હતા; અને બીજાં પણ પોતાનાં સંબંધવાળાં સ્થળેએ તેને ફેરવતા રહેતા. આમ ધીમે ધીમે કૉંસેટ જીન વાલજીનને ભૂલવા લાગી હતી.
આ વસ્તુને કઠોર ભાષામાં છેાકરાંની કૃતઘ્નતા કહીને વર્ણવી હોય તે ભલે વર્ણવા. પણ એ કૃતઘ્નતા પ્રેરનાર ખરો અપરાધી હોય તે કુદરત છે. કુદરત હંમેશ આગળ જોતી રહે છે; પ્રાણીઓને તે “આવતાં” અને “ જતાં ” એમ બે વર્ગોમાં વહેંચી નાખે છે. જનારાંનું મુખ હંમેશ એછાયા તરફ હાય છે, આવનારાંનું હંમેશાં પ્રકાશ તરફ. અવયવો પણ શરીરથી છૂટા પડયા વિના દૂર થતા જતા નથી ? શાખાઓ પણ થડથી દૂર જ જતી નથી ? આપણે સંતાનેને બિચારાંને દોષ શું કરવા દઈએ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org