________________
૪૫૬
લે મિઝેરાગ્લ છતાં તે જ પોતાને ઘેરથી આ તરફ આવવા નીકળતે તો ખરી જ, પરંતુ નીકળતી વેળા જ તેના મોં ઉપર જાણે એક પ્રશ્ન મોટે મોટે અક્ષરે હતાશાની લિપિમાં લખાયેલો દેખાતે : “આ બધું હવે શા માટે?”
જ્યારે વરસાદનાં વાદળ ઘેરાયાં હોય, ત્યારે તે બગલમાં છત્રી લઈને નીકળતો. પણ કોઈ દિવસ વરસતે વરસાદે પણ તેને છત્રી ઉઘાડવાનું યાદ રહ્યું હોય તેમ લાગતું નહિ.
એ લત્તાની ભલી બાઈઓ કહેતી : “બિચારો ભલો માણસ છે!”
૧૦૮ ઘેરા ઓછાયા : ભવ્ય પ્રભાત
મેરિયસને નર્યો વાંક કાઢવે, એ આપણે માટે અજુગતું ગણાશે. લગ્ન પહેલાં તેણે માં. ફેશલને કશા પ્રશ્નો પૂછયા નહોતા, અને લગ્ન બાદ જીન વાલજીનને પ્રશ્ન પૂછતાં તે ગભરાતે હતે; કદાચ કશું વિશેષ દૃણાસ્પદ જાણવા મળે તે ! એટલે હવે તે જીન વાલજીના પિતાના ઘરમાંથી સદંતર ભૂંસાઈ જાય તેવી જ પેરવી કર્યા કરતો હતો.
તે કામ પાર પાડવામાં કશી વધારે પડતી કરતા ન દાખવી જવાય એવી કાળજી પણ તે રાખતા હત; તેમ જ કશી નિર્બળતા પણ ન ધારણ કરાય, એની પણ તેને ચિંતા રહેતી. અને બન્યું પણ એવું જ હતું ને? પોતે અદાલતમાં એક કેસમાં વકીલ હતા, તે વખતે અચાનક તેનો ભેટો લેફાઈટ બેંકના ઘરડા કૅશિયર સાથે થઈ ગયો. તેને એથી વગર પૂછો જ તેને જાણવા મળ્યું કે, તેમને ત્યાંથી છ લાખ ફ્રાંકની રકમ કેવી રીતે જૂઠી સહીથી એક ગુનેગાર ઉપાડી ગયો હતો. મેરિયસને એ વાત સાંભળતાં જ ખાતરી થઈ ગઈ કે, જીન વાલજીને મૂળ માણસની બનાવટી સહીથી તે રકમ પડાવી લીધેલી છે. મેરિયસે ત્યારથી જ એ દૂષિત પસામાંથી કશું જ પોતાને કે કોસેટને માટે ન વાપરવાનો નિશ્ચય કર્યો હતે; અને ત્યારથી જ તે એ પૈસાના મૂળ માલિકની શોધમાં લાગ્યો, જેથી તે બધા તેને પાછા પહોંચાડી દેવાય.
મેરિયસનું કૉસેટ ઉપર એવું અદ્ભુત આકર્ષણ હતું કે, મેરિયસની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org