________________
પી છે કદમ ! પણ હવે તે સમજી ગયો હતો. બીજે દિવસે તે ન આવ્યો. કોસેટને છેક રાત પડદો જ એ વાત કંઈક ખટકી. પરંતુ તે કંઈક વધુ ચિંતા કરવા જાય ત્યાર પહેલાં તો તેની દવા થઈ ગઈ : મેરિયસે પ્રેમભર્યું ચુંબન કરી, તેને બીજી વાતેએ ચડાવી દીધી.
તે પછીને દિવસે પણ તે ન આવ્યો. કૉસેટને એ વાત આજે જરાય ખટકી જ નહિ. તે નિરાંતે ઊંધવા માંડી. સવારે જાગી ત્યારે જ તેને કંઈક યાદ આવ્યું. તે કેટલી બધી સુખી હતી! તેણે પોતાની નોકરડી નિકલેટને જીન વાલજીનની ખબર કાઢવા મોકલી : “કાંઈ માંદાસાજા તે નથી થયા ? અને ગઈ કાલે કેમ મળવા નહોતા આવ્યા વારુ?”
જીન વાલજીને નિકલેટ મારફતે જવાબ વાળ્યો, “હું માંદો નથી, પણ કાંઈક કામ આવી પડ્યું છે. બહુ જલદી હું કામ પતાવીને મળવા આવીશ. પણ મારે જરા બહારગામ જવું પડે તેમ છે. અને બાનુને તો યાદ હશે કે, થોડી થોડી વારે મને એવી મુસાફરી કરવાની ટેવ છે. કશી ચિંતા ન કરશે.”
જેકે, “ગઈ કાલે” કેમ નહોતા મળવા આવ્યા, એ પ્રશ્નનો જવાબ તો તેણે ફીકું હસીને ધીમેથી એટલો જ આપ્યો હતો કે, “મને ત્યાં ન આબે બે દિવસ થયા!” પરંતુ નિકોલેટને એ શબ્દો સમજાયા નહિ અને તેણે તે કોસેટને કહી સંભળાવ્યા પણ નહિ.
૧૮૩૩ની સાલની વસંત ઋતુના છેલ્લા દિવસે માં અને ઉનાળાના આગોતરા મહિનાઓમાં દુકાનદારો તથા ઓટલે બેઠેલા નવરાઓ કાળો પોશાક પહેરેલા એક ઘરડા ડોસાને રોજ, એ જ સમયે, સમીસાંજે રૂ દ લ હોમ આર્મના નાકામાંથી નીકળી જુદા જુદા રસ્તાઓ વટાવી રૂ કેલવેર તરફ જતો જોતા. તે જાણે કશું જ નહિ, સાંભળતો નહિ; સીધી એક જ નજરે ચાલ્યા કરતે. માત્ર રૂ કેલવેરને ખૂણો આવતો કે તેનું મેં કંઈક આનંદથી ખીલી ઊઠવું..
પરંતુ તે થોડી જ વાર માટે; કારણ કે જેમ જેમ તે પોતાના લક્ષ્યસ્થાનની નજીક પહોંચતો જતો, તેમ તેમ તેનું મોં અનેક ઘેરા વાદળોથી આચ્છન્ન થઈ જતું, અને કેટલીક વાર તેની ઊછળતી છાતીમાંથી એક ડૂસકું નીકળી પડતું.
થોડા દિવસ બાદ એ ડોસો છેક રૂ કેલવેર સુધી જવાને બદલે થોડે દૂર જ થોભી જતો અને માથું ધુણાવીને થોડી આનાકાની સાથે ધીમે પગલે પાછો ફરતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org