________________
૪૫૮
લે મિરાગ્લા
એક દિવસ જીન વાલજીન ઘરને દાદરેથી નીચે ઊતર્યો અને શેરીમાં બે-ત્રણ ડગલાં ચાલી પેલા પથરા ઉપર જ બેઠો, જેના ઉપર પાંચ જૂનની રાતે બેવોચે તેને બેઠેલો જોયો હતો. થોડી વાર ત્યાં બેઠા પછી તે પાછો ફરી દાદર ચડીને માળ ઉપર ગયો. આ છેલ્લી વાર તે બહાર નીકળ્યો. બીજે દિવસે તે એરડી છોડીને બહાર ન આવ્યો, અને પછીને દિવસે તે તે પથારી જ ન છોડી શકયો.
તેની કામવાળી જે તેને રોટી લાવી આપતી કે શાક બટાકા બાફી આપતી, તેણે તેની થાળી જોઈને કહ્યું, “ડોસા, તમે કાલે કશું ખાધું જ નથી કે શું?”
ના, ના, મેં ખાધું હતું.” થાળી તે જેમની તેમ ભરેલી છે.” “પણ પાણીના કૂજા તરફ તો જો, તે ખાલી થયેલો છે.”
“એટલે કે તમે પાણી પીધું છે, પણ તેથી ખાધું છે એમ શી રીતે કહેવાય?”
મને પાણીની જ ભૂખ લાગી હોય તે શું કહેવાય?”
“એ તે તરસ લાગી કહેવાય; અને જ્યારે લોકો તે સાથે ખાય પણ નહિ, તે તે તાવ આવ્યો કહેવાય.” * “હું કાલે ખાઈશ.”
“કાલે નાતાલ છે, તે આજે જ શા માટે નથી ખાતા?”
જીન વાલજીન એ ભલી બાઈ તરફ જોઈ રહ્યો. પછી તેણે માયાળુ અવાજે કહ્યું, “હું જરૂર ખાઈશ, તું જા.”
જીન વાલજીનને આ એક માણસ સિવાય બીજા કોઈ માણસનાં હવે દર્શન થતાં ન હતાં, પેરિસમાં કેટલીય શેરીઓ એવી છે જેમાં કોઈ જતું નથી, અને કેટલાંય ઘરે એવાં છે જેમાં કોઈ આવતું નથી. જીન વાલજીન એવી શેરીઓમાંની એકમાં અને એવાં ઘરોમાંના એકમાં હતે.
એક અઠવાડિયું ચાલ્યું ગયું. જીન વાલજીને રડામાં પણ એક પગલું માંડયું ન હતું. તે પથારીવશ જ હતો. કામવાળીએ તેના ધણીને કહ્યું, “ઉપરવાળા ડોસા હવે પથારીમાંથી ઊઠતા નથી કે કાંઈ ખાતા નથી. હવે તે વધારે દહાડા નહિ કાઢે. અને મારા મનમાંથી એક વાત નીકળતી જ નથી કે તેની દીકરી કોઈ ખરાબ માણસને પરણી છે.”
તેના ધણીએ ધણીપણાના રુઆબથી જવાબ આપ્યો, “જો તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org