________________
૪૫૯
ધેરા ઓછાયા : ભવ્ય પ્રભાત પૈસાદાર હોય તે તેણે દાક્તરને બોલાવવો જોઈએ. જો તે પૈસાદાર ન હોય તે તે દાક્તરને કેવી રીતે બોલાવે? અને દાક્તર નહિ આવે તે તે મરી જ જશે વળી!”
ડેસી આંગણામાં ઘાસ ખોતરતી હતી. એવામાં શેરીના દાક્તરને દૂરથી જતો જોઈ તેણે તેને બોલાવ્યો અને જીન વાલજીનને જોવા ઉપર મોકલ્યો. જ્યારે તે પાછો ફર્યો ત્યારે ડોસીએ તેને પૂછયું, “શી સ્થિતિ છે?”
તમારો દરદી ઘણો બીમાર છે.” “તેને શું થયું છે?”
“બધું જ; અથવા કશું નહિ. દેખવામાં તો એમ લાગે છે કે તેનું કોઈ પ્રિયજન ખેવાયું છે. માણસો એ દુ:ખથી મરી પણ જાય છે.”
તેણે તમને શું કહ્યું?” તેણે કહ્યું કે, તેને હવે સારું છે!” તમે ફરીથી આવશે, દાક્તર?”
“હા, પણ મારા કરતાં બીજા કેઈએ ફરીથી જલદી આવવાની જરૂર છે – જેને તે જંખે છે.”
એક સાંજે જીન વાલજીનને પોતાની કોણી ઉપર ઊંચા થતાં પણ મુશ્કેલી પડી. તેણે પોતાની નાડી દબાવી જોઈ, તે તે જણાઈ નહિ. તેને શ્વાસ બહુ ધીમે ચાલ હતો અને વચ્ચે વચ્ચે બંધ પડી જતો હતો. પણ કશી ઇચ્છાને કારણે જોર કરીને તે બેઠો થયો અને પોતાનો મજૂરને જૂનો પિશાક બદલવા લાગ્યો. પણ તેટલું કરતાં તેને ઘણી તકલીફ પડી અને તેને કપાળેથી પરસેવો ટપકવા લાગ્યો.
પછી તેણે કોસેટનાં પેલાં નાનપણનાં કપડાં કાઢયાં અને પથારી ઉપર પાથર્યા. બિશપની દીવાદાની તે તેમને સ્થાને જ અભરાઈ ઉપર હતી. અજવાળું હતું છતાં તેમાં તેણે આજે મીણબત્તી ખસીને સળગાવી. તે એક સ્થાનેથી બીજે સ્થાને ડગલું ભરતો હતો તેટલાથી જ ખૂબ થાકતો જતો હતો, અને છેવટે તેને બેસી જવું પડ્યું. આ કાંઈ એ થાક ન હતું કે જે થોડા આરામથી ટળી જાય. આ તો શરીરથી થઈ શકે તેવી હિલચાલને છેલ્લે અવશેષ હતો. આ તો ખૂટી ગયેલા આવરદાને મહાપ્રયત્ન એક ટીપું વધુ નિચોવી લેવા જેવી વાત હતી; અને એ પ્રયત્ન ફરીથી તે પાછો કદી કરી શકાવાનો ન હતે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org