________________
૪૧૦
લે મિઝરમ્પ તે જે ખુરસી ઉપર બેસી પડયો હતો તેની સામે પેલે અરીસો હતો, જેમાં મેરિયસને કૉસેટે લખેલી ચિઠ્ઠી શાહીચુસના પાન ઉપરથી તેના વાંચવામાં આવી હતી. અરીસામાં પડેલા પોતાના ચહેરાના પ્રતિબિંબને તે ઓળખી ન શક્યો. આ અરીસામાં દેખાતે માણસ તે એંસી વરસનો ઘરડો દેખાતે હતા, ત્યારે મેરિયસના લગ્નની તે તેને કોઈએ પચાસ વર્ષને પણ ભાગ્યે ધાર્યો હોય. આ એક વર્ષમાં તે ત્રીસ વર્ષ ઘરડો થઈ ગયો હતો!
રાત પડી. મહાપ્રયને તે એક મેજ તથા ખુરસીને અંગીઠી પાસે ઘસડી ગયો. પછી તેના ઉપર એક કલમ, શાહી અને કાગળ મૂકયાં. પણ તે બેભાન થઈ ગયો. જ્યારે તે ભાનમાં આવ્યો ત્યારે તેને ખૂબ તરસ લાગી હતી. કૂજો તેનાથી ઊંચકાય તેમ ન હતું તેથી ભારે તકલીફથી તેણે તેને મેં તરફ નમાવ્યો અને જે છાલક આવી તેમાંથી ઘૂંટડો પાણી પી લીધું.
પછી તે બેઠો બેઠો જ પથારી તરફ ફર્યો, જ્યાં કૉસેટનાં કપડાં બિછાવેલાં હતાં.
આ બધી વહાલી વસ્તુઓ તરફ નજર કરીને નિહાળતાં તેને કલાકો વીતી ગયા; પણ તેને તે મિનિટ જેટલા જ લાગ્યા. અચાનક તેને ટાઢ ચડી. તેણે બિશપની દીવાદાનીવાળા મીણબત્તીઓના અજવાળામાં કશુંક લખવા વિચાર કર્યો અને કલમ ઉપાડી. પણ ખડિયામાં શાહી સુકાઈ ગઈ હતી અને કલમનું અણિયું થરડાઈને વળી ગયું હતું. મહાપ્રયને તે ઊભો થયો, બે-ત્રણ વાર બેસઊઠ કરીને ખડિયામાં તેણે પાણી રેડવું. પછી કપાળ લૂછતાં લૂછતાં તેણે કલમના છેડાથી જ લખવા માંડ્યું.
કૌસેટ, તને અંતરથી આશિષ આપું છું. મારે તને છેવટને ખુલાસો કરવું જોઈએ. તારા પતિએ મને પોતાના ઘરમાંથી જાકારો આપ્યો તેમાં હું તેમને કશો વાંક જ નથી. જોકે તેમણે અમુક વાત માની લેવામાં ભૂલ કરી છે, પણ તેથી તેમણે કાંઈ ખોટું કર્યું છે એમ ન કહેવાય. તે બહુ સારા માણસ છે. તેમને પૂરા અંતરથી ચાહજે. પિન્ટમસી મહાશય, તમે પણ મારી લાડકી કૉસેટને ખુબ ચાહજો. કૉસેટ હું તને એક વાત કહેવા માગું છું : મારા અક્ષર વંચાય અને આ કાગળ તને મળે, તો તું જાણજે કે, હું મારા પૈસા મેં સ્થાપેલા ઉદ્યોગમાં કમાયો હતો, અને તે પ્રમાણિકતાથી જ મેળવેલા હતા. કાળા મણકા બનાવવાની નવી રીત મેં શોધી કાઢી હતી અને સ્પેનમાં તેના સારા ભાવ ઊપજતા હતા —”
પણ આટલું લખ્યા પછી કલમ તેના હાથમાંથી પડી ગઈ. એ કલમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org