________________
૪૧
શાહીના ખડિયા જ્યારે ધાળવાનુ કામ કરે છે તેનાથી પાછી ઉપાડી ન શકાઈ. પાતાને કહેવાની વાત હવે અધૂરી રહી ગઈ, એ જાણી અચાનક તેના હ્રદયમાંથી કારમું ડૂસકું નીકળી પડયું.
“ હે ભગવાન! ખેલ ખલાસ. હું તેને ફરીથી મળવા નહિ જ પામું. કૉસેટ મારા ઉપર છાઈ રહેલા ઉજજવળ સ્મિતરૂપ હતી. તે સ્મિત હવે પૂરું થયું અને હું અંધારી રાતમાં કાયમને પ્રવેશ કરવા જાઉં છું. પણ તે પહેલાં તેને જોવા ન પામ્યા. અરે, મરતા પહેલાં એક મિનિટ જ તેને અવાજ સાંભળવા પામું, તેને નીરખવા પામ્યું, મારા દેવદૂતના અંચળને સ્પર્શવા પામું, તો કેવું સારું થાય! મરવું એ કંઈ અઘરું નથી, પ્રભુ; પણ તેને ફરી જોયા વિના મરવાનું થાય છે, એ બહુ ભયંકર વસ્તુ છે. તે મારા સામું જોઈને થોડું હસી જાય, થોડું મને સંબોધીને કહી જાય ! તેટલાથી કોઈને શું નુકસાન જવાનું છે? નહિ, નહિ, પણ હવે બધું પૂરું થયું. હું તેને જીવતાં ફરી નિહાળવા ન પામ્યા, હે ઈશ્વર !”
તે જ ક્ષણે બારણા ઉપર ટકોરો પડયો.
૧૦૯
શાહીના ડિયા જ્યારે ધેાળવાનુ કામ કરે છે
તે જ દિવસે, અથવા ચેાક્કસ કહીએ તો તે જ સાંજે મેરિયસ ટેબલ ઉપરથી ઊઠી, દાવાના કાગળાનું બંડલ વાંચવા માટે પેાતાની ઑફિસમાં પેસવા જતા હતા, તેવામાં જ દરવાને તેના હાથમાં એક કાગળ મૂકીને કહ્યું, “ જે માણસે આ ચિઠ્ઠી આપી છે, તે ખડકીના ઓરડામાં ઊભા છે, ”
કૉસેટ જીલેર્મન્ડ દાદાને હાથે વળગાડી બગીચામાં ફરતી હતી.
કાગળ પણ, માણસની પેઠે, પહેલી નજરે જ તિરસ્કાર ઊભા કરે તેવા હોઈ શકે છે. આ કાગળની ગડી વિચિત્ર રીતે વાળેલી હતી, તે બહુ ખરબચડા કાગળ હતા તથા વધારામાં તેમાંથી તમાકુની ગંધ આવતી હતી.
પણ ગંધ જેટલી સ્મૃતિ
કરી શકે. મેરિયસે સરનામા ઉપર
તાજી કરી શકે છે. તેટલી બીજું કોઈ ન નજર કરી ઃ
* પ્રતિ : મોંયેાર ધ બૅરન પામ્બેર્સી, તેમના મહેલમાં, ”
ગંધને તેણે ઓળખી કાઢી, એટલે ગંધે એ હસ્તાક્ષર ઓળખવામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org