________________
તમારે રાજકીય મત કયો છે? છેડેથી આવે છે.
તેણે તાજેતરમાં જ નવી શ્રદ્ધા પ્રાપ્ત કરી હતી. એ શ્રદ્ધાએ તેના બાપને તેની નજીક આપ્યો હતો. હવે ત્યાંથી આગળ ખસીને તે બાપથી વિખૂટો પડવા માગતો ન હતો. પરંતુ ત્યાં અટકી રહેવાની ગમે તેટલી પ્રબળ ઇચ્છા હોવા છતાં, તે આગળ ધકેલાયે જતો હત– એ વસ્તુ તેને
ક્યાં લઈ જઈને અટકશે એની તેને ખબર પડતી ન હતી. તેણે કાફે મુસાંમાં જવાનું છોડી દીધું
આ બધી પંચાત દરમ્યાન જીવનની કેટલીક નક્કર બાબત તરફ વિચાર કરવાને તેને વખત મળ્યું ન હતું. પરંતુ એ બાબતે પોતાની જાતને ભૂલવા દેતી નથી. એક દિવસ ઘરધણી સવારમાં મેરિયસની ઓરડીએ આવ્યો અને કહેવા લાગ્યો – “મારે પૈસાની જરૂર છે.”
“કોર્ફોરાકને કહે કે અહીં આવીને મારી સાથે વાત કરી જાય.”
કર્ફોરાક આવ્યો. ઘરધણી ચાલ્યો ગયો. મેરિયસે કોર્ફોરાકને પિતે ન કહેવા ધારેલી વાત કહી દીધી કે, હું દુનિયામાં એકલો છું; મારે સગાંસંબંધી નથી.
“તમારી પાસે કાંઈ પૈસા છે?” કોર્ફોરાકે પૂછ્યું. માત્ર પંદર ફાંક !” હું ઊછીના આપું એવી તમારી ઈચ્છા છે?” કદી નહિ.” " તમારી પાસે કંઈ દરદાગીને છે?” “એક સેનાનું ઘડિયાળ; અને તમે જુઓ છો તે કપડાં.”
“ હું એક વેપારીને ઓળખું છું, તે તમારે એવરકેટ અને એક પાટલૂન ખરીદી લેશે; અને એક ઘડિયાળીને ઓળખું છું. તે તમારું ઘડિયાળ ખરીદી લેશે. પણ પછી તમે શું કામ કરવા માગો છો?”
“જે કરવું પડે તે, અલબત્ત, એ સારા માણસથી કરી શકાય તેવું હોવું જોઈએ.”
“તમને અંગ્રેજી કે જર્મન આવડે છે?” “ના, કેમ?”
“મારો એક મિત્ર બુકસેલર છે; તે એક વિશ્વકોષ જેવું તૈયાર કરે છે. તેને માટે તમે જર્મન કે અંગ્રેજી ભાષાના લેખનો અનુવાદ કરી આપી શકો. મહેનતાણું બહુ ઓછું હોય છે, પણ તેનાથી જીવી શકાય ખરું.”
“હું એ ભાષાઓ શીખી લઈશ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org