________________
s
લે મિઝરાયલ એmોલરસ જે અત્યાર સુધી જાણે આકાશ તરફ જોતે હેય એમ બેઠા હતા, તેણે મેરિયસ તરફ નજર કર્યા વિના જ જવાબ વાળ્યો, “ફ્રાંસને મહાન બનવા માટે કોઈ કોર્સિકાની જરૂર નથી. ફ્રાંસ મહાન છે, કારણ કે તે ફ્રાંસ છે.”
મેરિયસ અત્યારે પીછેહઠ કરી શકે તેવી દશામાં ન હતો. તે થડકારભર્યા અવાજે અને થડકતી નસ સાથે બેલવા લાગ્યો, “ફ્રાંસને નીચું પાડવાનું પાપ મારે હાથે ન થાઓ; પરંતુ નેપોલિયન સાથે તેને જોડવું એ તેને નીચું પાડવા બરાબર નથી. એ મહાપુરુષને તમે નથી પૂજી શકતા, તે તમારે તેનામાં બીજું વિશેષ શું જોઈએ છે? તેનામાં દરેક વસ્તુ હતી : તે પૂર્ણ પુરુષ હતો. તેનું મગજ મનુષ્યોની સર્વ માનસિક શક્તિઓના સરવાળારૂપ હતું. જસ્ટિનિયનની પેઠે તે કાયદાઓ ઘડતો; સીઝરની પેઠે તે આદેશ આપતો; તે ઇતિહાસ રચતે તેમ જ લખત; તેનાં બુલેટિનો મહાકાવ્ય ઇલિયડ જેવાં છે; શહેનશાહોને તે ગૌરવ શીખવત; તે બધું જોતે, બધું જાણતે, અને તેમ છતાં તેના નાના બાળકના પારણા પાસે ઊભો રહી તે એક વત્સલ પિતાનું ભલું હાસ્ય હસી શકત. અને બીજી જ ઘડીએ ચમકેલું યુરોપ સાંભળનું કે તેનાં લશ્કરેએ આગેકૂચ આરંભી છે : તોપખાનાનાં પર્વ ગડગડાટ કરતાં ધસી રહ્યાં છે, હડીઓના પુલો નદી ઉપર નંખાઈ ગયા છે, વંટોળ જેવી ઘોડેસવાર ટુકડીઓનાં વાદળ ઊમટી રહ્યાં છે, અને પેકારો તથા ભૂગલના રણનાદ વચ્ચે દરેક ઠેકાણે રાજસિંહાસનો ડગમગી રહ્યાં છે – રાજ્યોની હદો નકશાઓ ઉપર ભૂંસાવા લાગી છે!
“મારા મિત્રો ! ન્યાયી વાત બોલો આવા મહાન શહેનશાહની શહેનશાહત બનવું એ એક પ્રજા માટે કેવું ભવ્ય ખુશનસીબ કહેવાય; અને તેનાથી વધુ ભવ્ય બીજું શું હોઈ શકે?”
“સ્વતંત્ર બનવું એ !” કોફેર બોલ્યો.
હવે મેરિયસને માથું નમાવવાનો વારો આવ્યો. આ ઠંડ, સાદા શબ્દોએ તેના મહાકાવ્ય જેવા વા-વંટોળને પિલાદની તલવાર પેઠે વીંધી નાખ્યો; અને તે તેના અંતરમાં ઊભરાની પેઠે શમી ગયો. જયારે તેણે આંખ ઊંચી કરી, ત્યારે એmોલરસ સિવાય બીજા ત્યાંથી ચાલ્યા ગયા હતા.
મેરિયસની સ્થિતિ તદ્દન પ્રક્ષુબ્ધ બની ગઈ. પિતાના અંતરમાં તે એક પ્રકારની અંધકારભરી ખિન્નતા અનુભવવા લાગ્યો : કદાચ પૃથ્વીને બીજ વાવવા હળ વડે ચીરે છે, ત્યારે તેને થતી હશે તે જાતની. કારણ કે, નવા અંકુરના જન્મને અને ફળ ધારણ કર્યાને આનંદ તે બહુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org