________________
પેંતરા ભરે છે
૨૧૧ તે દિવસનો વિચાર કરતી વખતે તેને યાદ ન આવ્યું કે પોતે તે રાત્રે પણ જમ્યો હતો કે નહિ.
પછીને – ત્રીજે દિવસે પણ ઘરવાળી ડસીના માથા ઉપર વજ તૂટી પડ્યું. આજે પણ મેરિયસ નવા કોટમાં બહાર જ હતો. “લાગલાવટ ત્રણ દિવસ !” ડોસી બેલી ઊઠી.
બગીચામાં બ્લાન્ક ડોસો તેની ધકરી સાથે બેઠો હતો. મેરિયસ આજે હાથમાંની ચોપડી વાંચતા વાંચતે, તે તરફ જવાય તેટલો જઈને, ત્યાં પહોંચ્યા વિના જ પાછો ફરી ગયો, અને નિર્દોષ ચકલાંની ખેલકૂદ જેતે, ગઈ કાલની બેઠક ઉપર જ, ચાર કલાક બેસી રહ્યો. ચકલાં જાણે તેની ઠેકડી ઉડાવી રહ્યાં હતાં.
આમ એક પખવાડિયું પસાર થઈ ગયું. મેરિયસ બગીચામાં રોજ જતે, પણ હવે તે ફરતે નહિ પેલી બેઠકે જ બેસી રહેતે.
બીજા અઠવાડિયાના છેવટના એક દિવસે મેરિયસ બેઠક ઉપર ચેપી હાથમાં પકડી બે કલાકથી બેસી રહ્યો હતો. તેણે એક પણ પાનું ઉથલાવ્યું ન હતું. એવામાં અચાનક તે ધ્રૂજી ઊઠ્યો. એક મોટો બનાવ બની રહ્યો હતો : મેં. લેબ્લાન્ક અને તેમની દીકરી પિતાને બાંકડેથી ઊઠી ધીમે ધીમે મેરિયસ જ્યાં બેઠો હતો તે તરફ આવી રહ્યાં હતાં. મેરિયસે રોપી બંધ કરી; પાછી ઉઘાડી અને વાંચવા પ્રયત્ન કર્યો. આખું જગત જાણે તેના તરફ ધસી આવતું હતું. તેમનાં સ્વસ્થ ધામાં પગલાં તેના કાનમાં નજીક ને નજીક પડઘમની પેઠે ગાજવા લાગ્યાં. તેને લાગ્યું કે, મોં. બ્લાન્ક તેના ઉપર ખૂબ ચિડાઈને નજર ફેંકી રહ્યા છે. “શું તે મને વઢવા માગે છે?” મેરિયસે વિચાર્યું. તેણે પિતાનું માથું નીચે ઢાળી દીધું. જ્યારે તેણે ફરી તે ઊંચું કર્યું. ત્યારે તેઓ તેની છેક લગોલગ આવી ગયાં હતાં. પેલી જુવાન ) છોકરી ત્યાંથી પસાર થઈ, અને પસાર થતાં થતાં તેણે મેરિયસ તરફ નજર કરી. તેણીની નજર સ્થિર, મધુર તથા ચિતાભરી હતી. જાણે મેરિયસને ઠપકે આપતી હોય છે, કેટલા બધા વખતથી મારી તરફ આવ્યા નથી, એટલે આજે મારે આવવું પડ્યું! મેરિયસ એ આંખમાં ચમકતી વીજળી તથા તેમાં દેખાતા અગાધ ઊંડાણથી મૂંઝાઈ ગયો.
તેને લાગ્યું કે તેનું માથું જાણે સળગવા લાગ્યું છે. છોકરી દેખાતી બંધ થઈ ત્યાં સુધી તે તેની પાછળ જોઈ રહ્યો. પછી તે બગીચામાં ગાંડાની પેઠે ફરવા લાગ્યો. તે રાતે કોર્ફોરાકે તેને જમવાનું નિમંત્રણ આપ્યું ત્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org