________________
૨૧૨ તેણે રાક્ષસની પૈઠે ખાધું. અને વેઈટરને છ સૂ બક્ષિસ આપી દીધા. અને નવાઈની વાત તો એ કે, કોર્ષે રાકને તેણે નાટક જોવાનું વળતું આમંત્રણ આપ્યું! આખી દુનિયાએ જાણે તેને આજે અભારી કી મુકયો છે – ધન્ય કરી મૂકર્યો છે. સમગ્ર સૃષ્ટિ આજે તેને પોતાની લાગે છે; પિતાનું સર્વસ્વ તે આજે લૂંટાવી દેવા તૈયાર છે!
એક આખા મહિને આ રીતે પસાર થઈ ગયે. મેરિયસ રોજ લક્ષમબર્ગ જ. તે ધીમે ધીમે હિંમતવાન બનતે જાતે હતો અને બાંકડાની વધુ નજીક ને નજીક પહોંચતું જ હતું. પરંતુ તે ત્યાં થઈને હવે પસાર થતે નહિ. કોણ જાણે, મોં. લેબ્સાથી તે ડરવા લાગ્યો હતો. એટલે તે એવી જગાઓએ ઝાડ કે પૂતળાં પાછળ બેસતે, કે પેલી છોકરી તેને જોઈ શકે અને પોતે તે છોકરીને જોઈ શકે પરંતુ તેના બાપનું ધ્યાન ખેંચાય નહિ. પેલી છોકરી સ્વસ્થતાથી અને સ્વાભાવિકપણે જ પોતાના બાપ સાથે વાતમાં મશગૂલ રહેતી, અને છતાં મેરિયસ તરફ તેની ભાવ-ઊભરાતી આંખ તથા સ્મિત વારંવાર ઢળતાં રહેતાં. તેની જીભ એક જણને જવાબ આપતી હતી, અને તેની આંખ બીજાને.
પણ લેબ્લાક ડીસાની નજર બહાર આ વાત લાંબો વખત રહી નહિ મેરિયસ આવતો ત્યારે તે ઘણી વાર ઊઠી જતો અને ફરવા લાગતો. તેણે હવે રેજના બાંકડાને પણ બદલી નાખે, અને દૂરની એક બેઠક ઉપર બેસવાનું રાખ્યું- એ જેવા કે મેરિયસ તે તરફ પાછળ પાછળ આવે છે કે કેમ. મેરિયસને ખ્યાલ રહ્યો નહિ અને તે એ ભૂલ કરી જ બેઠે. “બાપે’ હવે બગીચાની હાજરી જ અનિયમિત કરી દીધી તથા ઘટાડી નાખી. તે હવે રોજ “દીકરી ને લાવતો પણ નહિ. કેટલીક વાર તે એકલે જ આવતે. ત્યારે મેરિયસ બગીચામાંથી વહેલો ચાલે તે – એ બીજી ભૂલ!
મેરિયસને આ બધું લક્ષમાં જ ન આવ્યું. શરમ અને સંકોચની સ્થિતિમાંથી કુદરતી રીતે આગળ વધીને તે અંધાપાની ભૂમિકાએ જઈ પહોંચ્યો હતો. અને ત્યાર પછી તે તેણે ઇચ્છી પણ ન હોય એવી તેના સદ્ભાગ્યની કે દુર્ભાગ્યની એક ક્ષણ આવી. એક દિવસ તે લોકોના બાંકડ ઉપરથી તેને એક હાથરૂમાલ મળ્યો. મેરિયસના આનંદનો પાર ન રહ્યો. જરૂર એ રૂમાલ પેલી સુંદર છોકરીને જ હોવો જોઈએ. તે રૂમાલ ઉપર છેડે બે અક્ષર ભારેલા હતા : ૩૦ ફેઝ. મેરિયસે તે ઉપરથી તેનું નામ કલ્પી કાવ્યું – ઉર્ફીલા. અહા, કેવું મધુર નામ! ઉર્ફલા સંપૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org