________________
પેંતરા ભરે છે
૨૧૩ આત્મા તેને એમાં હાજરાહજૂર દેખાયો. એ રૂમાલ તેણે જ જાણીજોઈને ત્યાં રહેવા દીધો હોવો જોઈએ !
કોઈએ જાણી જોઈને રહેવા દીધો હતો એ વાત સાચી; પરંતુ તે ઉર્ફલા એ નહિ, પણ ડોસાએ. મેરિયસે તે ઉપાડી લીધો એટલું જ નહિ પણ તે રૂમાલ મળવાથી પોતાને થયેલ આનંદ ઉર્ફલા બરાબર જુએ એમ પછીના દિવસોએ તે તેને હાથમાં રાખવા લાગ્યો!
પણ હવે મેરિયસની ભૂખ ઊઘડતી જતી હતી. તેણે ઉસ્લા ક્યાં રહે છે તે શોધી કાઢવાનો પ્રયત્ન શરૂ કર્યો, જેથી બગીચા ઉપરાંત તેને દોર પણ તેને હરતીફરતી જોઈ શકાય. પરિણામે, અત્યાર સુધીની ભૂલની પરંપરામાં તેણે ત્રીજી અને ભયંકર ભૂલ ઉમેરી – તેણે ઉભુંલાનો પીછો પકડવા માંડયો.
રૂ દ લાઉન્ટમાં સાધારણ દેખાવના એક ત્રણ મજલાવાળા મકાનમાં તે રહેતી હતી. મેરિયસે હવે, લક્ષમબર્ગમાં તેને મળવાના આનંદમાં, તે ઘેર પહોંચે ત્યાં સુધી તેની પાછળ પાછળ જવાનો આનંદ ઉમેર્યો.
પણ તેની ભૂખ વધતી જ ચાલી. હવે તેને ઉસ્લા કોણ છે તે જણવાનું મન થયું. એક રાતે તેઓ દોર પહોંચ્યાં ત્યાર બાદ મેરિયસે ઘરના દરવાન પાસે જઈને પૂછયું : '
“પેલા ડોસા પહેલે મજલે રહે છે?” “ના રે ના, ત્રીજે મજલે.” “એ કોણ છે?”
“તે પોતાની આવક ઉપર જીવનારા સગૃહસ્થ છે; બહુ માયાળુ છે; દાન-ધરમ કરવામાં પાછું જુએ એવા નથી.”
“તેમનું નામ શું?”
દરવાનને હવે કાંઈક ખ્યાલ આવ્યો. તેણે તરત પૂછયું, “તમે પોલીસના માણસ છો ?”
મેરિયસ તરત ગુપચુપ ચાલ્યો ગ.
બીજે દિવસે અજવાળું હતું ને મ, લેબ્લાન્ક દીકરી સાથે બગીચામાંથી ચાલ્યા ગયા. મેરિયસ રોજની ટેવ મુજબ પાછળ પાછળ ગયો. તેને ખ્યાલ ન રહ્યો છે, તે પાછળ પાછળ આવે છે કે નહિ તે અજવાળામાં બરાબર જોવા ખાતર જ ડોસાએ આમ કર્યું હતું.
પછીને દિવસે ડોસો તેમ જ તેની દીકરી બગીચામાં ફરવા આવ્યાં નહિ. મેરિયસ આખે વખત રાહ જોઈને બેસી રહ્યો. રાત પડતાં તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org