________________
૨૧૪
લે નિરાલ્ડ તેમના ઘર તરફ ગર્યો. ત્રીજા મજલાની બારીમાંથી અજવાળું આવતું હતું. ધ બુઝાય ત્યાં સુધી તેણે તે બારી નીચે આંટા માર્યા કર્યા.
પછીને દિવસે પણ બગીચામાં કોઈ આવ્યું નહિ. મેરિયસ આખા વખત રાહ જોઈને રાતના તેના ઘરની બારી નીચે આંટા મારવા ગયો. દશ વાગ્યે તે પાછો ફર્યો ત્યારે પણ ખાવાનું બાકી છે તે ખ્યાલ તેને રહ્યો ન હતો.
અઠવાડિયું આમ પસાર થઈ ગયું. પેલાંએ બગીચામાં આવવાનું જાણે બંધ જ કર્યું હતું. મેરિયસ હજારો કલ્પનાઓ કરવા લાગ્યો. દિવસે તો તે લકોની બારી નીચે આખો વખત હાજર રહેવાય નહિ, એટલે રાતના જ તે ત્યાં દીવા બુઝાય ત્યાં સુધી રહેતો. બારીના પડદા ઉપર કોઈ પડછાયો પસાર થતો લાગે, ત્યારે તેનું હૃદય ધબકી ઊઠતું.
આઠમે દિવસે તે જ્યારે ત્યાં ગયો ત્યારે બારી બંધ હતી; તથા અંદર પણ ક્યાંય અજવાળું ન હતું. તે લોકો બહાર ગયાં હશે એમ માની તે દશ વાગ્યા સુધી રાહ જોતો ઊભો રહ્યો. પણ તે બારીમાં દીવો સળગ્યો નહિ કે કોઈ એ મકાનમાં દાખલ થયું નહિ.
પછીને દિવસે પણ રાતે ઘરમાં દીવો સળગતો દેખાયો નહિ. મેરિયસે મરણિયા થઈને પેલા દરવાનને પૂછયું –
“પેલા ત્રીજા મજલાવાળા સા?”
ખાલી કરી ગયા.” “કયારે?” “ગઈ કાલે.”
ક્યાં ગયા? સરનામું ખબર છે?” ના.”
આટલા સવાલ-જવાબ પછી દરવાને માં ઊંચું કરીને જોયું તો તરત મેરિયસને ઓળખ્યો. “ઓહ! તમે જ છો કે? બહુ ભારે તપાસમાં રહેતા લાગે છે!”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org