________________
૫૧
ચાર નામ, કામ એક ઉનાળો પૂરો થયો હતો અને શિયાળે બેસી ગયો હતો. મેં. લેબ્લાન્ટ કે તેમની જુવાન પુત્રી, એ બેમાંથી કોઈએ લક્ષમબર્ગમાં ફરી પગ મૂક્યો ન હતો. મેરિયસે ચારે બાજ સતત શોધ કર્યા કરી હતી. નસીબ સામે વીરતાપૂર્વક જંગ ખેલનાર એક વખતને મનસ્વી અને સ્વમાની મેરિયસ હવે પડી ભાંગ્યો હતે. કામકાજનો તેને કંટાળે આવત; ચાવવાથી તે થાકી જતે; એકાંત તેને ખાવા ધા! એક વખતની ભરીભાદરી રંગભરી સૃષ્ટિ પણ તેને મન શુન્ય બની ગઈ હતી.
પોતાની જાતને તે વારંવાર ઠપકો આપ્યા કરતે. મેં શા માટે તેને પીછો પકડ્યો? જ તે જોવા મળતી તેથી હું કેમ સંતોષ ન પામ્યો? તે પણ મને ચાહતી હતી એ ઉઘાડું દેખાતું હતું. હું ખરેખર ગમાર ગધેડો છું, ઈ૦ ઇ.
મેરિયસ હજુ ડેસીવાળા મકાનમાં જ રહેતા હતા. તે મકાનમાં બીજું કોણ કોણ રહે છે તેની તેને ખબર ન હતી. અલબત્ત, તે વખતે આખા પકાન માં તે પોતે, તથા પે એન્ડેટ કુટુંબ કે જેનું ભાડું તેણે એક વખત ચૂકવ્યું હતું, એ સિવાય કોઈ રહેતું જ ન હતું. બીજા ભાડવા કાં તો ખાલી કરી ગયા હતા, મરી ગયા હતા, કે ભાડું ન ભરવા બદલ તેમને હાંકી કાઢવામાં આવ્યા હતા.
એક દિવસ શિયાળાની અધવચ કારમી ઠીનાં છ અઠવાડિયાંની શરૂઆતમાં થોડો ઘણો ઝળકેલે સૂર્ય આથમવાની તૈયારીમાં હતો. તે વખતે ભોજનનો વખત થવાથી મેરિયસ હોટેલ તરફ જવા નીકળ્યો. તે નીચે એ વિચારમગ્ન દશામાં ચાલતું હતું, તેવામાં સામેથી દેડતા આવતા કોઈને ધક્કો તેને વાગ્યો. તેણે જોયું તે બે ચીંથરેહાલ છોકરીઓ – એક ઊંચી અને પાતળી, તથા બીજી જરા બટકી અને નાની – હાંફતી હાંફતી, બનેલી હોય તેમ બેબાકળી થઈને દોડી જતી હતી. મોટી છોકરી નાનીને ધીમે અવાજે કહેતી હતી, “પોલીસદાદા આવી પહોંચ્યા; હું માંડ ભાગી છૂટી.” નાનીએ જવાબ આપ્યો: “મેં તેમને આવતા જોયા હતા, લેટ-રાઈટ, લેટ-રાઈટ!”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org