________________
લે મિરાન્ડ મેરિયસ સમજી ગયો કે, આ બે છોકરીઓ પોલીસના હાથમાંથી નાસી છૂટી છે. મેરિયસ આગળ ચાલ્યો તેવામાં તેના પગ આગળ કાંઈક અથડાયું. તેણે નીચા નમીને જોયું તો એક પરબીડિયા જેવું કાંઈક હતું અને તેમાં કાગળ હતા. “અરે, આ પેલી છોકરીઓનું પડી ગયું લાગે છે,” મેરિયસ ગણગણ્યો. તેણે થોડાં ડગલાં પાછા ફરીને તેમને બૂમ પાડી. પરંતુ પેલી છોકરીઓ દૂર નીકળી ગઈ હતી. તેણે તે પરબીડિયું ખીસામાં મૂક્યું અને વીશીને રસ્તે ચાલવા માંડ્યું.
રાતે જ્યારે તેણે સૂવા માટે કોટ ઉતારવા માંડ્યો, ત્યારે ખીસામાંનું પરબીડિયું તેના હાથમાં દબાયું. અંદર કાંઈક સરનામું જડે તે તેના માલિકને પહોંચાડવાના ઇરાદાથી તેણે તેને ખીસામાં મૂકી લીધું હતું. તેણે પરબીડિયું ઉઘાડીને કાગળ વાંચવા માંડ્યા. દરેક ઉપર સરનામું હતું. પહેલો કાગળ “મેડમ, ઉમરાવબાનું ગુચરે, ધારાસભાના મકાનની સામેના બંગલામાં” એ સરનામાને હતો. તેમાં નીચેની લીટીઓ લખેલી હતી –
“મૅડમ, ઉમરાવબાનું,
“દયા-ધર્મના ગુણથી સમાજ એકત્રિત ટકી રહ્યો છે. આપની ખ્રિસ્તી ભાવના જાગ્રત કરો અને સ્પેનની રાજાશાહીના વફાદાર આ કમનસીબ સેવક ઉપર આપની અમીદૃષ્ટિ માંડે. હું વફાદારીથી મારાં કર્તવ્યો બજાવવા જતાં દુર્ભાગ્યને કરૂણ શિકાર બન્યો છું. અને આપના જેવાં ઇ0 ઇ૦..
“આપને નમ્ર સેવક, ડૉન અલવારો, સ્પેનની ઘોડેસ્વાર ટુકડીનો નાયક, અને ફ્રાંસમાં આવી વસેલો નિર્વાસિત, જે પોતાના દેશ માટે મુસાફરીએ આવેલો છે, પણ જેનાં સાધન ખૂટી જવાથી, અત્યારે જે પિતાની કામગીરી ચાલુ રાખી શકે તેમ નથી . . . ઇ૦ ઇ9.”
કાગળ લખનારનું કાંઈ સરનામું એમાં ન હોવાથી, મેરિયસે બીજા કાગળમાંથી તે મળશે એ આશાએ બીજો કાગળ વાંચ્યું :
“દયાળુ પરમી બાનુ,
“આ અરજ કરનાર કમનસીબ બાઈ છે છોકરાની મા છે, જેમાંનું છેલ્લાં આઠ મહિનાનું જ છે. છેલ્લી સુવાવડથી મારું શરીર કથળેલું છે અને મારો પતિ મને મહિનાથી તજી ગયે છે . . . ઇ.
બાઈ બાલિઝાર્દ” મેરિયસે ત્રીજો કાગળ ઉકેલ્યો; પણ અગાઉના કાગળોની પેઠે ભીખ અને યાચનાનો જ હતો :–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org