________________
લે મિઝરાઇલ
બગીચામાં પહોંચ્યા પછી મેરિયસે રોજના રસ્તા ઉપર ફરવાનું શરૂ કરવાને બદલે એક ફુવારાની આસપાસ વિના કારણ ચક્કો મારતાં મારતાં હંસા તરફ તાકયા કર્યું. પછી નાછૂટકે પેાતાની રોજની ફરવાની જગા તરફ તે ધીમે ધીમે વળ્યો. બાંકડો બે ત્રણ ઝાડ જેટલે દૂર રહ્યો, પરંતુ તેના પગ જાણે આગળ વધવાની આનાકાની કરવા લાગ્યા. તેને લાગ્યું ખરું કે છેકરીનું માં તેના તરફ થાડું વળેલું છે; છતાં તેણે ભારે હિંમત અને બહાદુરી દાખવીને આગળ ધપવાનું જારી રાખ્યું. થોડી સેકંડોમાં તે તે બાંકડા આગળ થઈને જ પસાર થવા લાગ્યો - છેક ટટાર, છેક સીધા, અને કાનનાં ટેરવાં સુધી લાલ લાલ થઈ ગ્યેલા ! કિલ્લાના તપખાના હેઠળ થઇને તે ચાલ્યા, ત્યારે તો તેના હૃદયના ધબકારા ફાટી પડવા લાગ્યા. પેલી છેાકરી શાંતિથી વાતો કર્યે જતી હતી. મેરિયસ તે તરફ નજર કરવાની પણ હિંમત કરી શકર્યો નહિં. જોકે, તેના મનમાં થઈને એક વિચાર પસાર થયો ખરો કે, આ છોકરીને જો ખબર હોય કે માં. ફ઼ા૦ ૬૦ નુશાટાએ પોતાના નામે પ્રસિદ્ધ કરેલા મારકાસ એબ્રેગેાન અંગેના લેખ ખરી રીતે મે લખેલે છે, તે જરૂર તેને મારા તરફ આદરમાન થાય,
હવે તેણે એ બાંકડા તરફ પાછા જવાના પ્રયત્ન ન કર્યો. તે અધવચ જ બેસી ગયા. તેણે ઢાળેલી આંખાએ આસપાસ નજર કરવા માંડી. તેને ખૂબ ઊંડે ઊંડે લાગતું હતું કે તેના પાટલૂનના ચળકાટ અને નવા કોટ ગમે તેવા અભેદ્ય કિલ્લામાં પણ ગાબડું પાડવાને શક્તિમાન છે!
ઘેર પાછા ફર્યા પછી રાતે છેક આઠ વાગ્યે તેને ખબર પડી કે આજે તે ભાજન કરવાનું ભૂલી ગયા છે. હવે માડું થઈ ગયું છે એમ માની, પેાતાના કોટને કાળજીથી બ્રશ ફેરવી, તેની ગડી બરાબર વાળીને તે સૂઈ ગયા.
૧૦
મેરિયસની ઘરવાળી ડોસીએ જ્યારે બીજે દિવસે પણ મશ્કાર મેરિયસને પોતાના નવા કેટમાં બહાર જતા જોયા, ત્યારે તે આશ્ચર્યથી દિગ્મૂઢ બની ગઈ.
મેરિયસ સીધા બગીચામાં ગયો. પરંતુ આજે તે બાંકડા સુધી જવાને બદલે અધવચ જ એક બેઠક ઉપર બેસી રહ્યો. દૂરથી પેલી છેકરીનાં કપડાં તેની નજરે પડતાં હતાં. જ્યારે બગીચાના દરવાજા બંધ થયા, ત્યારે જ તે ઘેર ગયા. પેલા ડીસા તથા તેની દીકરી કયારે બગીચામાંથી ચાલ્યાં ગયાં હતાં, તેની તેને ખબર રહી ન હતી. કદાચ તે પેલી તરફના દરવાજેથી જ ચાલ્યાં ગયાં હશે. થોડાં અઠવાડિયાં બાંદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org